• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Self Defense Training Campaign For Students Sisters Go To School And Train Children From Good Touch Bad Touch To Karate Judo

ભાસ્કર વિશેષ:વિદ્યાર્થીઓને સ્વરક્ષણ તાલીમ અભિયાન - બહેનો શાળાએ જઈને ગુડ ટચ- બેડ ટચથી લઇને બાળકોને કરાટે- જૂડોની તાલીમ આપે છે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકોનું જાતીય શોષણ અટકાવવા શરૂ કરાયેલું અભિયાન, 600થી વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપી

શાળાએ જતા વિદ્યાર્થીઓ ખુદનું રક્ષણ કરી શકે, નાની ઉંમરમાં થતું તેનું જાતીય શોષણ અટકે અને વિદ્યાર્થી અવસ્થાથી જ તેનામાં જાગૃતિ આવે તે માટે રાજકોટની ઓજસ્વિની ફાઉન્ડેશનની બહેનોએ સ્વરક્ષણ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને ગુડ ટચ- બેડ ટચની ઓળખ આપવાથી લઇને તેઓને જૂડો- કરાટેની તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ માટે બહેનોને સપ્તાહમાં એક દિવસ ફાળવવામાં આવે છે અને અલગ-અલગ સરકારી શાળામાં આ અંગે તાલીમ અપાય છે.

અત્યાર સુધી 600થી વધુ વિદ્યાર્થીઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી છે. કૃતિબેન રાઠોડ જણાવે છે કે, આ પ્રકારની તાલીમ 7થી 10 ધોરણના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. આ અભિયાનથી બાળકોમાં હિંમત આવી છે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ ચાલીને અભ્યાસ કરવા જાય તેને આ પ્રોજેક્ટથી ફાયદો થયો છે.

સ્વરક્ષણની તાલીમ લીધા બાદ વિદ્યાર્થીઓએ છેડતી કરનારને સબક શિખવાડ્યોએક વિસ્તારની શાળામાંથી છૂટતી વિદ્યાર્થિનીઓને એક મોટી ઉંંમરના પુરુષ દ્વારા પજવણી કરાતી હતી. આ અંગેની જાણ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને થઇ. બન્નેએ સાથે મળીને એક છટકું ગોઠવ્યું અને શાળા છૂટ્યા બાદ હેરાનગતિ કરનાર વ્યક્તિને જોયો તુરંત જ બૂમાબૂમ શરૂ કરી દીધી. આથી આજુબાજુમાં રહેલા વ્યક્તિઓ દોડીને આવ્યા અને છેડતી કરનારને સબક શિખવાડ્યો.

આ પ્રકારની તાલીમ આપવામાં આવે છે

  • ગુડ ટચ અને બેડ ટચ કોને કહેવાય?
  • અજાણ્યા વ્યક્તિ ગિફ્ટની લાલચ આપીને કેવા પ્રકારનું ગેરવર્તન કરી શકે.
  • છોકરાઓને નાનપણથી જ શિખવાડવામાં આવે છે કે મહિલાઓનું સન્માન કેવી રીતે કરવું જોઇએ.
  • કોઈ વ્યક્તિ બદઈરાદાથી નજીક આવે ત્યારે તેનાથી કેવી રીતે બચવું જોઇએ.
  • બાળકોએ માતા-પિતા અને ભાઈ- બહેનને કેવી રીતે મદદરૂપ બનવું જોઈએ.
  • હોર્મોન્સ બદલાવને કારણે સ્વભાવ- શરીરમાં શું ફેરફાર આવે અને તે અંગે વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ અપાય છે.
  • જે બાળકો માતાપિતા કે પરિવાર સમક્ષ પોતાની સમસ્યા રજૂ નથી કરી શકતા તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...