પસંદગી:આસિસ્ટન્ટ કમિશનરની જગ્યા પર પ્રજાપતિની પસંદગી

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બે વર્ષ પહેલા થયેલી પસંદગીમાં એક ઉમેદવાર ગેરહાજર રહેતા તક મળી

2016માં રાજકોટ મહાનગરપાલિકામાં ત્રણ આસિ. કમિશનર તરીકે ભરતી પ્રક્રિયા શરૂ થઇ હતી અને લેખિત પરીક્ષા યોજાઇ હતી. ત્યાર બાદ કોર્ટ કેસ થયા હતા. બાદમાં 2018માં ત્રણ વ્યક્તિઓની પસંદગી થઇ હતી. જેમાંથી એક ઉમેદવાર હાજર નહી થતા તે ખાલી પડેલી જગ્યા પર જે તે સમયે વેઇટિંગમાં રહેલા વાસંતીબેન પ્રજાપતિની પસંદગી કરવા માટે મનપાની ઓફિસર્સ સિલેક્શન કમિટી સમક્ષ ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા હતા જેમાં તેની પસંદગી થતા હવે તેઓ ઇન્ચાર્જના બદલે કાયમી ધોરણે આસિ. કમિશનર તરીકે કામ કરશે. 2018મા ત્રણ આસિ. કમિશનરની પરીક્ષા બાદ ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા. જેમાં હર્ષદ પટેલ, હરીશ કગથરાએ ચાર્જ સંભાળી લીધો હતો જ્યારે કનક ડેર નામના ઉમેદવાર હાજર રહ્યા ન હતા. આ ભરતી પ્રક્રિયામાં વેઇટિંગ લીસ્ટમાં પ્રથમ નામ વાસંતીબેન પ્રજાપતિનું હતું. જેથી કમિશનરે આફિસર્સ સિલેક્શન કમિટી સમક્ષ નામ મોકલી આપ્યું હતું. ઇન્ટરવ્યૂ બાદ આગામી દિવસમાં ઇસ્ટ ઝોનમાં આસિ. કમિશનર તરીકે ચાર્જ સંભાળશે.

અન્ય સમાચારો પણ છે...