કાર્યવાહી:ગોંડલના કુખ્યાત નિખિલ દોંગાના વહીવટદારની વધુ મિલકતોની જપ્તી

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ 65 લાખની મિલકત ટાંચમાં લીધા બાદ જેસીબીના વ્યવસાય પર કાર્યવાહી

ગોંડલની સબજેલને પોતાનો અડ્ડો બનાવી જેલમાં બેઠા બેઠા ગુજરાતમાં ખંડણી અને હવાલા સહિતના ગુનાને અંજામ આપતો નિખિલ દોંગા અને તેના સાગરિતોના કરતૂતોનો પર્દાફાશ કરી ગુજસીટોક કાયદા હેઠળ ધરપકડ કરી જેલમાં ઘકેલવામાં આવ્યા છે. ત્યારે કુખ્યાત નિખિલનો વહીવટ સંભાળનારા પીયૂષ કોટડીયાની મિલકત જે તે સમયે ગૃહ વિભાગથી આદેશ કરવામાં જપ્ત કરવામાં આવી હતી. નિખિલનો નાણાંનો અને વહીવટી હિસાબ રાખનાર પીયૂષ કોટડીયાની મિલકત જપ્તીની પ્રથમ ઘટના ગોંડલ ખાતે નોંધાઇ હતી, ફરી પોલીસે પીયુષ કોટડીયાની ભાગીદારીમાં ચાલતા વ્યવસાયમાં વધુ મિલકત જપ્ત કરી છે.

ગુજસીટોક કેસની મિલકત જપ્તીની પ્રથમ ઘટના ગોંડલ ખાતે નોંધાઇ હતી. જેમાં ગોંડલના કુખ્યાત નિખિલ દોંગા અને તેની ગેંગ વિરુદ્ધ નોંધાયેલા ગુજસીટોક કેસમાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આદેશ બાદ નિખિલ દોંગાના નાણાકીય અને વહીવટી કામ સંભાળનાર પિયુષ કોટડીયાની મિલકત પર પોલીસએ કાર્યવાહી શરૂૂ કરી હતી. ગોંડલ નગર પાલિકાની હદમાં આવેલા શાસ્ત્રી નગર મેઇન રોડ પરનું મકાન તેમજ શાપર ખાતે પણ પિયુષ કોટડીયાનો ખાલી પ્લોટ પડ્યો હોય જેને પણ ટાંચમાં લેવામાં આવ્યો હતો અને આશરે રૂૂપિયા 65 લાખની મિલકત જપ્તી પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી હતી.

ગુજસીટોક કાયદાની કલમ 18માં સંગઠિત ગુનામાં ઝડપાયેલા આરોપીના પૈસા અને મિલકત જપ્તીનું પ્રાવધાન છે. જે મુજબ કાર્યવાહી થઈ હતી અગાઉ આશરે રૂૂપિયા 65 લાખની મિલકત ટાંચમાં લીધા બાદ નિખિલનો વહીવટ સંભાળનાર પીયૂષ કોટડીયાની ભાગીદારીમાં ચાલતા જેસીબીના વ્યવસાય અંગેની માહિતીને આઘારે જેતપુરના મદદનીશ પોલીસ અધિક્ષક મયુરસિંહ રજપૂત અને ગોંડલના જેતપુરના મદદનીશ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર દ્વારા જેસીબી સહીતની વધુ મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી કરવામાં આવી છે.

આગામી દિવસોમાં ગૃહ વિભાગ દ્વારા વધુ આદેશ અપાશે તો વધુ મિલકતો પણ જપ્ત કરાશે તેવું પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગોંડલનાં નામચીન નિખિલ દોંગા અને તેની ગેંગ વિરુદ્ધ નોંધાયેલા ગુજસીટોક કેસની તપાસ જેતપુરના મદદનીશ પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવી હતી અને તે તપાસનો રીપોર્ટ રાજ્યના ગૃહ વિભાગ ગાંધીનગર મોકલવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...