તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Security Guard Attacks Driver On Vehicle Parking On Yagnik Road In Rajkot, Arrested By Police, Whole Incident Captured On CCTV

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:રાજકોટમાં યાજ્ઞિક રોડ પર વાહન પાર્કિંગ બાબતે સિક્યોરિટી ગાર્ડનો વાહન ચાલક પર હુમલો, પોલીસે કરી અટકાયત, સમગ્ર ઘટના CCTVમાં કેદ

રાજકોટ2 મહિનો પહેલા
સિક્યોરિટી ગાર્ડ હાથમાં પાઇપ લઇને વાહન ચાલકને મારવા દોડ્યો હતો
  • વાહન ચાલકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો

રાજકોટમાં અવાર-નવાર નાનકડી વાત મુદ્દે ઝગડો થતા ખૂની ખેલ સર્જાય છે, ત્યારે આજે શહેરના હાર્દ સમા યાજ્ઞિક રોડ પર આવેલા હીરાપન્ના કોમ્પ્લેક્ષમાં વાહન પાર્કિંગના મુદ્દે વાહન ચાલક અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચે ઝગડો થતા રોષે ભરાયેલા સિક્યોરિટી ગાર્ડે વાહન ચાલક પર કાતર વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેને પગલે એ ડિવિઝન પોલીસ દ્વારા સિક્યોરિટી ગાર્ડની અટકાયત કરવામાં આવી છે. હુમલાનો ભોગ બનનારા વાહન ચાલકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

સમગ્ર ઘટના CCTVમાં કેદ
બનવાની પ્રાપ્ત વિગતો અનુસાર હીરાપન્ના કોમ્પ્લેક્ષમાં વાહન ચાલક અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચે વાહનના પાર્કિંગ મુદ્દે ઝગડો થયો હતો. જ્યાં ઉગ્ર બોલાચાલી થતા સિક્યોરિટી ગાર્ડ હાથમાં પાઇપ લઇને વાહન ચાલકને મારવા દોડ્યો હતો. ત્યારબાદ કાતર વડે વાહન ચાલક મિત્તલ રાચ્છને તેણે લોહી લુહાણ કરી દીધો હતો. કાતરના તીક્ષ્ણ ઘા ઝીકવાને પગલે વાહન ચાલક મિત્તલ રાચ્છના શરીરમાંથી અત્યંત લોહી વહી ગયું હતું અને સિક્યોરિટી ગાર્ડના શર્ટમાં પણ તેના લોહીના છાંટા જોવા મળ્યા હતા. આ સમગ્ર બનાવ CCTV માં કેદ થયો હતો.

એ ડિવિઝન પોલીસ દ્વારા સિક્યોરિટી ગાર્ડની અટકાયત કરવામાં આવી
એ ડિવિઝન પોલીસ દ્વારા સિક્યોરિટી ગાર્ડની અટકાયત કરવામાં આવી

લોકો વિડીયો ઉતારવામાં મશગુલ
આ ઘટનાને પગલે કોમ્પ્લેક્ષના વેપારીઓ અને લોકો રસ્તા પર એકત્રિત થઈ ગયા હતા. પરંતુ આ બનવામાં વચ્ચે પડવાને બદલે કોમ્પ્લેક્ષના વેપારીઓ અને લોકોએ આ ઝગડો અટકાવવા માટે વચ્ચે પડવાના બદલે વીડિયો ઉતારવામાં મશગુલ હતા. ઉલ્લેખનીય છે કે હાલ વાહન ચાલક ગંભીર રીતે ઘયલ થતા તેને લોહી લુહાણ હાલતમાં સારવાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. એ ડિવિઝન પોલીસ દ્વારા સિક્યોરિટી ગાર્ડની અટકાયત કરવામાં આવી છે

પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી
પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો