તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In The Second Wave, 2 To 3 Out Of 100 Patients Were Diagnosed With Diabetes After Corona, 83 Cases Of Mucorrhythmias In 15 Days In Civil

એક્સપર્ટ એડવાઇઝ:રાજકોટમાં બીજી લહેરમાં કોરોના પછી 100માંથી 2થી 3 દર્દીને ડાયાબિટીસની બીમારી લાગુ પડી, સિવિલમાં 15 દી’માં મ્યુકરમાયકોસિસના 83 કેસ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડ બાદ હવે મ્યુકોર્માયક્રોસિસ વોર્ડ ઊભો કરવાની સ્થિતિ થઈ એટલા કેસ વધ્યા, સર્જરી કરવા માટે માત્ર એક જ સર્જન
  • કોરોના વાયરસ પેનક્રિયાસને ડેમેજ કરતો હોવાથી યુવાનો મધુપ્રમેહનો ભોગ બન્યાનું પ્રાથમિક તારણ, ડાયાબિટિસ અને સ્ટેરોઈડ મ્યુકોર્માયક્રોસિસનું કારણ બન્યા

રાજકોટમાં મ્યુકોર્માયક્રોસિસ નામનો ફૂગને કારણે થતા રોગના કેસ વધ્યા છે અને તે થવા પાછળનું સૌથી મોટુ કારણ ડાયાબિટીસ અને સ્ટેરોઈડ છે પણ દિવ્ય ભાસ્કરે નિષ્ણાંતો સાથે ચર્ચા કરતા સામે આવ્યુ છે કે કોરોના વાયરસને કારણે યુવા વયે ડાયાબિટીસ આવી રહ્યું છે. રાજકોટની ખાનગી હોસ્પિટલમાં 150થી વધુ સર્જરીઓ થઈ ચૂકી છે જ્યારે સિવિલ હોસ્પિટલમાં દરરોજ 5 ઓપરેશન થઈ રહ્યા છે. સ્થિતિ એટલી વકરી છે કે શનિવારથી મ્યુકોર્માયક્રોસિસનો ખાસ વોર્ડ શરૂ કરાશે.

હાલ ડોક્ટર ન હોવાથી સ્થિતિ ગંભીર
હાલ 70થી વધુ દર્દીઓ દાખલ છે અને તમામનું ઓપરેશન કરવાનુ છે પણ સિવિલ હોસ્પિટલમાં માત્ર એક જ સર્જન હોવાથી સ્થિતિ વધુ બગડી રહી છે. આ વખતે જે કેસ આવી રહ્યા છે પે પહેલા વેવ કરતા ગંભીર છે તેમજ મૃત્યુદર પણ બમણો છે. એવા ઘણા યુવાનો છે જેમને મ્યુકર વખતે ખબર પડી છે કે ડાયાબિટીસ છે જ્યારે જે લોકોને ડાયાબિટીસ છે તેમના ઈન્સ્યુલિન પણ કાબૂ બહાર જતા હોવાનું સામે આવ્યુ છે.

પહેલા વેવમાં મ્યુકોર્માયક્રોસિસ એકાદ મહિના બાદ આવતું હવે એક સપ્તાહમાં આવે છે, કેસ ત્રણ ગણા
15 દિવસમાં દર્દીઓની સંખ્યા વધી ગઈ, હજુ વધશે: ડો. ભટ્ટ

ઈએનટી સર્જન ડો. સેજલ ભટ્ટ કહે છે કે ‘પહેલા વેવમાં દર 100માંથી 1 વ્યક્તિ અને તે પણ કોવિડના એક મહિના બાદ મ્યુકર સાથે આવતી હવે તે સંખ્યા 100માંથી 7 થઈ છે અને કોવિડના 7મા દિવસે આવે છે. મોટાભાગે ડાયાબિટીક જ આવે છે બીજી તરફ સ્ટેરોઈડનો ખુબ ઉપયોગ થયો હોય ત્યારે મ્યુકર થાય છે. 35ની આસપાસના યુવાનો પણ આવે છે જેમને ડાયાબિટીસ હતુ જ નહિ અને હવે સીધુ ડાયાબિટીસ અને મ્યુકર આવ્યુ છે. મ્યુકર માટે સ્ટેરોઈડ તો જવાબદાર છે પણ કોવિડની નવી સ્ટ્રેન પેનક્રિયાસ પર અસર કરતું હોવાથી તેમજ આ સમયે સ્ટ્રેસ વધવાથી યુવા વયે ડાયાબિટીસ વધ્યું હોવાનું મને લાગી રહ્યુ છે. હાલ કેસ એટલા છે કે સ્ટડી કરવાનો સમય નથી અને હજુ પણ કેસ વધશે તેવી શક્યતા છે’.

અમુક ડાયાબિટિકને ઈન્સ્યુલિનની પણ અસર થતી નથી: ડો. ઈશ્વર
ડાયાબિટીસના નિષ્ણાંત ડો. ટી. કે. એમ ઈશ્વર કહે છે કે ‘કોરોના વાયરસ દરમિયાન ઘણા યુવાનોને ડાયાબિટીસનો ભોગ બન્યા છે. સ્ટેરોઈડ તો અત્યારે કોરોનામાં જીવ બચાવે છે. પહેલા પણ સ્ટેરોઈડ વપરાતા પણ તેનાથી ડાયાબિટીસ ન થતું. આ વખતની કોરોનાની સ્ટ્રેન જ વિચિત્ર છે જેના કારણે ડાયાબિટીસના કેસ વધી રહ્યા છે. આટલુ જ નહિ જેને ડાયાબિટીસ હોય તેનુ ઈન્સ્યુલિન પણ કંટ્રોલ થતુ નથી. ​​​​​​​અમારી હોસ્પિટલમા હાલ 40 કોવિડ દર્દી દાખલ છે જેમાંથી 26ને ઈન્સ્યુલિન અપાઈ રહ્યા છે અને અડધો અડધને ઈન્સ્યુલિન આપ્યા બાદ પણ સુગર લેવલ 300થી વધુ આવે છે. કારણ ભલે કોઇપણ હોય પણ એ હકીકત નકારી શકાતી નથી કે કોરોના વાયરસને કારણે 100માંથી 2થી 3 એવા દર્દી હોય છે જેને પ્રથમ વખત ડાયાબિટીસ હોવાનું નિદાન થયું છે. આવા દર્દીઓમાં યુવાનોનું પ્રમાણ ચિંતાજનક છે.

અન્ય સમાચારો પણ છે...