તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:કોલેજ બંધ છતાં ફી વસૂલવા મુદ્દે જસાણી કોલેજમાં હંગામો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓ પ્રિન્સિપાલને રજૂઆત કરવા ગયા, આચાર્યાએ પ્રવેશબંધી કરી

ફીને લઈને શહેરની શાળા-કોલેજો સામે વાલીઓ અનેક ફરિયાદો કરી રહ્યા છે ત્યારે મંગળવારે શહેરની જસાણી કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી કમ્પ્યૂટર ફી ઉઘરાવતા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો અને કહ્યું કે, છેલ્લા કેટલાય સમયથી કોલેજ બંધ છે, અમે કમ્પ્યૂટરનો ઉપયોગ કર્યો જ નથી અને તેના ઓનલાઈન ક્લાસ પણ લેવાયા નથી તો ફી વસૂલવી યોગ્ય નથી. આ અંગે જ્યારે વિદ્યાર્થીઓ કોલેજના પ્રિન્સિપાલને લેખિત રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે આચાર્યાએ ઓફિસનો દરવાજો બંધ કરી વિદ્યાર્થીઓ માટે પ્રવેશબંધી કરી કરી દીધી હતી.

પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને ફી તો ભરવી જ પડશે એવું જણાવી વિદ્યાર્થીઓની રજૂઆત નહીં સાંભળતા વિદ્યાર્થીઓએ હંગામો મચાવી દીધો હતો. વિદ્યાર્થીઓએ કહ્યું કે, કોલેજના સેમેસ્ટર-3ની એડમિશનની નોટિસ આપ્યા બાદ કમ્પ્યૂટરની ફી યોગ્ય નથી. છેલ્લા એક વર્ષથી કોરોના મહામારી છે. તો શાળા-કોલેજ બંધ છે. કોલેજોમાં સેમેસ્ટર-2 પછી કોઈ વિદ્યાર્થી કમ્પ્યૂટર લેબમાં જતું નથી અને કમ્પ્યૂટરના ઓનલાઈન લેક્ચર આવતા નથી તો રૂ. 2900ની ફી કઈ બાબતે ઉઘરાવવામાં આવે છે.

જો કે કોલેજના આચાર્યાએ વિદ્યાર્થીઓના એકપણ સવાલનો જવાબ આપ્યો ન હતો અને સિક્યુરિટીને કહીને વિદ્યાર્થીઓને પરત મોકલ્યા હતા.કોરોના મહામારીના પગલે સ્કૂલ, કોલેજ હજુ શરૂ થયા નથી. આમ છતાં અમુક ખાનગી સ્કૂલો તેમજ કોલેજો જુદી-જુદી ફીના નામે વાલીઓ પાસેથી મોટી રકમ વસૂલ કરી રહ્યા છે. આ ઉપરાંત સ્કૂલો દ્વારા પ્રતિવર્ષ અપાતા અભ્યાસના સાહિત્ય બંધ કર્યા છે ત્યારે જસાણી કોલેજમાં કમ્પ્યૂટર ફીના નામે વસૂલાત કરવામાં આવતા વિદ્યાર્થીઓએ ફી ભરવા ઇનકાર કરી હોબાળો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...