તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:રેલવેમાં નોકરીના નામે રૂ.68 લાખની છેતરપિંડી કરનાર ત્રિપુટીની શોધખોળ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લખનઉ ખાતે ચાલતું ટ્રેનિંગ સેન્ટર પણ નકલી હોવાની પોલીસને શંકા

રાજકોટના યુવક સહિત છ યુવકને રેલવેમાં નોકરી આપવાની લાલચ આપી નકલી ઓર્ડર આપી રૂ. 68 લાખ પડાવવાના પ્રકરણમાં સંડોવાયેલી ત્રિપુટીને પકડવા પોલીસની ટીમ અલગ અલગ સ્થળે રવાના થઇ ગઇ હતી. યુવકોને લખનઉ ખાતે ટ્રેનિંગ આપવામાં આવે છે તે ટ્રેનિંગ સેન્ટર પણ નકલી હોવાની પોલીસને દૃઢ શંકા છે.

ઘનશ્યામસિંહ ચુડાસમાએ ક્રાઇમ બ્રાંચમાં છેતરપિંડી અંગે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જામનગરના શૈલેષ ઉર્ફે સેટિંગ દલસાણિયા, અમદાવાદના કલ્પેશ પ્રભુદાસ શેઠ અને રાજપીપળાના ઇકબાલ ઉર્ફે મુન્ના ખત્રીના નામ આપ્યા હતા. જેમાં જણાવ્યું હતું કે, તેના પુત્ર જયવીરસિંહ અને ભાણેજ મીતરાજસિંહ સહિત છ યુવકને રેલવેમાં નોકરી આપવાની લાલચ આપી રૂ.68 લાખ પડાવ્યા અને તમામ યુવકોને નકલી નિમણૂક પત્ર આપ્યા હતા અને લખનઉ ખાતે મોકલી આપ્યા હતા, જ્યાં તેઓની તાલીમ પણ ચાલુ છે, આરોપીઓએ મીતરાજસિંહના ખાતામાં 66 દિવસના પગાર પેટે રૂ.16543 જમા પણ કરાવ્યા હતા, જોકે અગાઉથી નક્કી થયા મુજબ જયવીરસિંહના રૂ.15 લાખ પૂરા નહીં પહોંચાડતા તેમને તાલીમમાંથી કાઢી મુકાયા હતા, જેથી નોકરીના નામે કૌભાંડ ચાલતું હોવાનો પર્દા‌ફાશ થયો હતો.

પોલીસે ત્રણેય શખ્સને પકડવા માટે પોલીસની ટીમ જુદા જુદા સ્થળે રવાના થઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...