તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:રાજકોટ પોલીસે 11 દુકાનો 7 દિવસ માટે સીલ કરી, સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાથી કડક કાર્યવાહી કરવામાં આવી

રાજકોટ2 મહિનો પહેલા
રાજકોટ પોલીસની કડક કાર્યવાહી.
  • રાજકોટ પોલીસ કમિશનર અને મનપા કમિશનરની સંયુક્ત કામગીરી

રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે રાજકોટ મનપા અને પોલીસ વચ્ચે ગઇકાલે એક મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં સંયુક્ત રીતે નિર્ણય કરવામાં આવ્યો હતો કે, જાહેર જગ્યા પર ચા-પાનની દુકાનો કે અન્ય દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સ ન ઝળવાતું હોય તેમની સામે કડક કાર્યવાહી કરવી. જે અંતર્ગત આજથી શહેર પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારમાં કડક અમલવારી શરૂ કરવામાં આવી છે. આજે પોલીસ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા 7 દુકાન સીલ કરી હતી.

બી ડિવીઝન અને યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી હાથ ધરી
રાજકોટ શહેર પોલીસ કમિશનર અને મનપા કમિશનરની સૂચના અનુસાર જાહેર રસ્તા પર આવેલી ચા-પાનની દુકાનો કે અન્ય ખાણીપીણીની દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત આજે બી ડિવિઝન પોલીસ દ્વારા 3 અને ગાંધીગ્રામ 2 (યુનિવર્સિટી) પોલીસ દ્વારા 8 જગ્યા પર કડક કાર્યવાહી કરવામાં આવી હતી. કુલ 11 જગ્યા પર સોશિયલ ડિસ્ટન્સ ન ઝડવાતા 11 દુકાનો 7 દિવસ માટે સીલ કરી કડક કાર્યવાહી કરવામાં આવી છે.

7 દિવસ માટે દુકાનો સીલ કરવામાં આવી.
7 દિવસ માટે દુકાનો સીલ કરવામાં આવી.

આ 11 દુકાન સીલ કરવામાં આવી
(1) બાલાજી પાન - જે.કે.ચોક
(2) દ્વારકાધીશ પાન - જે.કે.ચોક
(3) બજરંગ પાન - જે.કે.ચોક
(4) શ્રી શક્તિ ટી સ્ટોલ - કાલાવડ રોડ
(5) જય નકલંગ ટી સ્ટોલ - યુનિવર્સિટી રોડ
(6) ક્રિષ્ના ડિલક્સ પાન - યુનિવર્સિટી રોડ
(7) આશાપુરા પાન - યુનિવર્સિટી રોડ
(8) જય નકલંગ નાસ્તા હોટેલ - યુનિવર્સિટી રોડ
(9) મોમાઇ ટી સ્ટોલ - માર્કેટિંગ યાર્ડ અંદર
(10) ડિલક્સ પાન - બાલક હનુમાન ચોક
(11) શક્તિ ટી સ્ટોલ - ભાવનગર રોડ

અન્ય સમાચારો પણ છે...