• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Sealed 8 Properties At Jamnagar Road, Mwdi Plot And Rajnagar Chowk In Rajkot For Third Day In A Row, Recovered Rs. 17.53 Lakh

મનપાની લાલ આંખ:રાજકોટમાં સતત ત્રીજા દિવસે જામનગર રોડ, મવડી પ્લોટ અને રાજનગર ચોક પર આવેલી 8 મિલકતોને સિલ કરી, રૂ.17.53 લાખની રિકવરી કરી

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
બાકીદારો વિરૂદ્ધ મનપાની ઝુંબેશ - Divya Bhaskar
બાકીદારો વિરૂદ્ધ મનપાની ઝુંબેશ
  • એક લાખથી વધુ મિલકત વેરો બાકી હોય તેવા બાકીદારો વિરૂદ્ધ વેરા વસુલાત શાખાની ઝુંબેશ

મનપાના વેરાવિભાગ દ્વારા આજ રોજ બાકીદારો વિરુધ્ધ ઝુંબેશ હાથ ધરી છે. જેમાં જામનગર રોડ, મવડી પ્લોટ અને રાજનગર ચોક પર આવેલી 8 મિલકતોને સિલ કરી રૂ.17.53 લાખની રીકવરી કરી છે. હાલ એક લાખથી વધુ મિલકત વેરો બાકી હોય તેવા બાકીદારો વિરૂધ્ધ મનપાની ઝુંબેશ શરુ કરવામાં આવી છે. તેમજ આસામીઓને મિલકત જપ્તીની નોટીસ આપવામાં આવી હતી.

10-કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ.1.87 લાખની રીકવરી કરી
આજે શહેરના જાસલ કોમ્પલેક્ષમાં આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂૂ.54 હજારની રીકવરી, જામનગર રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ.1 લાખની રીકવરી, કસ્તુરબા મેઇન રોડ પર આવેલ 2-કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.54 લાખ રીકવરી, જામનગર રોડ પર આવેલ 10-કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ.1.87 લાખ રીકવરી, સંત કબીર રોડ પર આવેલ 2-કોમર્શીયલ યુનિટના બાકી માંગણા રૂ.1.15 લાખ રીકવરી, સ્ટેશન પ્લોટ રોડ પર આવેલ દેવદીપ ડેકોરાને બાકી માંગણા સામે સીલ કરેલ છે.

સુરેશ ચેમ્બરમાં 3-મિલકતોને સિલ કરી
ટાગોર રોડ પર આવેલ સુરેશ ચેમ્બરમાં 3-મિલકતો બાકી માંગણા સામે સીલ કરેલ છે, રાજનગર ચોકમાં આવેલ 2-કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ.3.75 લાખ રીકવરી, પાટીદાર ચોકમાં આવેલ રહેણાંક યુનિટના બાકી માંગણા સામે રૂ. 58 હજારની રીકવરી, કાલાવડ રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 44 હજારની રીકવરી, મવડી પ્લોટ વિસ્તારમાં 3-કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ.2 લાખની રીકવરી, ગોંડલ ચોકડી પાસે આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 88 હજારની રીકવરી, ચંદ્રેશનગર મેઇન રોડ પર આવેલ રહેણાંક યુનિટના બાકી માંગણા સામે રૂ.1.28 લાખની રીકવરી, આરાધના કોમ્પ્લેક્ષમાં 2-યુનિટને બાકી માંગણા સામે સીલ કરેલ છે.

કુલ રૂ.17.53ની વસુલાત કરાઈ
ભક્તિનગર સોસાયટીમાંથી બાકી માંગણા સામે રૂ. 2 લાખની રીકવરી, મીરા ઉદ્યોગ એરિયામાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 50 હજારની રીકવરી કરાઈ છે. આમ સેન્ટ્રલઝોનમાં 4 મિલકત સિલ કરી રૂ.7.69 લાખ, વેસ્ટ ઝોન દ્વારા 2 મિલકત સિલ કરી રૂ.8.19 લાખ અને ઇસ્ટ ઝોન દ્વારા 5 મિલકત સિલ કરી રૂ.1.65 લાખ સહિત કુલ રૂ.17.53 ની વસુલાત કરાઈ છે.

ફૂડ શાખાની કામગીરી
આજે કેનાલ રોડ-ભૂતખાના ચોકથી જિલ્લા ગાર્ડન ચોક સુધીના વિસ્તારમાં ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ખાણીપીણીના 26 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન 8 ધંધાર્થીને લાયસન્સ અને હાઇજીન અંગે નોટિસ આપવામાં આવી હતી. તેમજ કિશોર બેકરીમાંથી વેનિલા નાનખટાઇ અને સોના શીંગમાંથી કોકો ચીકીનો નમૂનો લેવામાં આવ્યો હતો.