• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Scrap Dealers Will Be Examined On The Second Day Of GST, Documents, Literature Etc. Will Be Seized After The Site Inspection Is Completed.

કામગીરી:ભંગારના ધંધાર્થીઓને ત્યાં GSTની બીજા દિવસે તપાસ, દસ્તાવેજો ,સાહિત્ય વગેરે કબજે લેવાયું, સ્થળ તપાસ પૂરી થયા બાદ ચકાસણી થશે

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

રાજકોટમાં ગુરૂવારે સવારથી એસજીએસટીની ટીમે ભંગારના વેપારીઓને ત્યાં દરોડા પાડયા હતા. આ તપાસ શુક્રવારે પણ ચાલુ રહી હતી. જો કે એસજીએસટીએ તપાસ ચાલુ છે તેમ કહીને કરચોરોના નામ છુપાવ્યા હતા. જો કે 30 કલાક સુધી ચાલેલી તપાસના અંતે મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળી આવ્યા છે. જે કબજે લેવામાં આવ્યા છે જેની ચકાસણી સ્થળ તપાસ પૂરી થયા બાદ જ કરવામાં આવશે. આ અંગે સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટ એસજીએસટીની ટીમ સતત બીજી વખત ઊંઘતી ઝડપાઈ છે.

આ પહેલા કેટરર્સના ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડયા હતા ત્યાં પણ સ્થાનિક ટીમને સાથે રાખવામાં આવી નહોતી. આ તપાસના 12 દિવસ બાદ તુરંત જ ફરી પાછી તપાસ ઉપરથી આવતા સ્થાનિક ટીમની નિષ્ક્રિયતા સામે આવી છે. ભંગારના વેપારીઓને ત્યાં તપાસ ચાલુ થઇ હોવાને 30 કલાક જેટલો સમય નીકળી ગયો હોવા છતા તંત્રએ તે નામ જાહેર કર્યા નથી. જેને ત્યાં દરોડા પડયા છે તેની સાથે કાયદેસરના વ્યવહારો કરનાર વેપારીઓમાં હાલ ચિંતાનું પ્રમાણ જોવા મળે છે. જે સાહિત્ય કબ્જે કરવામાં આવ્યું છે. તેની ચકાસણીમાં ગેરરિતી ખુલવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...