વ્યાજખોરોએ જીવ લીધો:રાજકોટમાં ભંગારના વેપારીએ પિતાને 'તમે ગ્રીનલેન્‍ડ ચોકડીએ આવો' કહી ઝેરી પાઉડરનું સેવન કર્યું, સારવારમાં દમ તોડ્યો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

રાજકોટ શહેરના પરાબજાર વિસ્તારમાં ભંગાર પસ્‍તીના વેપારીએ ગત 5 નવેમ્બરના રોજ કીડી મારવાનો પાવડર પી લેતાં સારવાર દરમિયાન મોત નિપજ્‍યું હતું. આ આપઘાત પાછળ વ્‍યાજખોરી અને પઠાણી ઉઘરાણી કારણભુત હોવાની ફરિયાદ આપઘાત કરનારના પિતાએ નોંધાવતાં પોલીસે શાહરૂખ અલીભાઇ બ્‍લોચ વિરૂધ્‍ધ આઇપીસી 306 તથા મનીલેન્‍ડ એક્‍ટની કલમો હેઠળ ગુનો નોંધ્‍યો છે.

મારો દિકરો અર્ધબેભાન મળ્‍યો
અલ્‍તાફભાઇએ પોલીસ ફરિયાદમાં જણાવ્‍યું હતું કે પરાબજાર કૃષ્‍ણપરા-2 માં નેશનલ સ્‍ક્રેપ નામે મારે દૂકાન છે. જેમાં પસ્‍તી-પુઠાનો ધંધો કરુ છું. બે દિકરા અને એક દિકરીમાં મહમદ (ઉ.વ.33) હતો. મહમદના લગ્ન થઇ ગયા હતાં અને તેને સંતાનમાં બે દિકરા છે. જેમાં એક પાંચ વર્ષનો અને બીજો વીસ જ દિવસનો છે. તા.5 નવેમ્બરના હું સાંજે ચારેક વાગ્‍યે ઘરે હતો ત્‍યારે દિકરા મહમદે ફોન કરી કહેલું કે પપ્‍પા મારે તમારી સાથે વાત કરવી છે તમે ગ્રીનલેન્‍ડ ચોકડીએ આવો. જેથી હું તુરત ત્‍યાં જતાં મારો દિકરો અર્ધબેભાન મળ્‍યો હતો.

તેનું વ્‍યાજ હું ભરી શકતો નથી
શું થયું? તેમ પુછતાં તેણે કહેલું કે આપણી પરાબજારમાં આવેલી દૂકાને મેં કીડી મારવાનો પાવડર પી લીધો છે. તેનું કારણ મેં પુછતાં તેણે કહેલું કે-શાહરૂખ બ્‍લોચ પાસેથી મેં ૧૦ ટકા વ્‍યાજે પૈસા લીધા હતાં. તેનું વ્‍યાજ હું ભરી શકતો નથી અને તે વારંવાર ઉઘરાણી કરતો હોઇ જેથી મેં દવા પી લીધી છે. આ જાણી મેં તુરત મારા મિત્રહસુભાઇને ગ્રીનલેન્‍ડ ચોકડીએ બોલાવ્‍યા હતાં અને દિકરાનો મિત્ર સાહિલ પણ આવી ગયો હતો. અમે તેને હોસ્‍પિટલે લઇ ગયા હતાં. પણ સારવાર દરમિયાન તા. 6 ના રોજ મહમદનું મોત થયું હતું.મહમદે પોતાને જરૂર હોઇ તે માટે શાહરૂખ પાસેથી 10% નાણા લીધા હોઇ તે ચુકવી ન શકતાં ઉઘરાણી માટે ત્રાસ અપાતો હોવાથી તે મરી જવા મજબૂર થયો હતો. તેમ વધુમાં અલ્‍તાફભાઇએ જણાવતાં પીઆઇ કે. એન. ભુકણની રાહબરીમાં પીએસઆઇ ટી. ડી. ચુડાસમાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.