તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

3 MDએ ફેઇલ ગણાવેલો કેસ રિકવર:રાજકોટમાં 272 CRP સ્કોર, 4200 ડી- ડાયમર અને ફેફસાં 80 ટકા ક્ષતિગ્રસ્ત, છતાં 5 દિવસની સરકારી સારવારમાં મહિલા કોરોના સામે વિજયી

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચંદ્રાબેને કોરોનાને હંફાવ્યો (ફાઇલ તસવીર). - Divya Bhaskar
ચંદ્રાબેને કોરોનાને હંફાવ્યો (ફાઇલ તસવીર).
  • જસદણના આણંદપુરના ચંદ્રાબેન ખાચરનો પ્રભાવી કિસ્સો
  • ત્રણ MD ડોક્ટરે ફેઇલ ગણાવેલો કેસ વીરનગરમાં રિવાઇવ થયો

રાજકોટ જિલ્લામાં કોરોનાને હરાવવામાં રાજ્ય સરકારની ગ્રામ્ય આરોગ્ય સેવાઓ પણ પૂરતી સક્ષમ છે તેમ જસદણ તાલુકાના ગામડાંની હાઇ રિસ્ક મહિલાએ સાબિત કરી આપ્યું છે. જસદણ તાલુકાના આણંદપુર ગામના પૈસે-ટકે ખૂબ સદ્ધર એવા 50 વર્ષની ઉંમરના ચંદ્રાબેન ખાચરને કોરોનાનું સંક્રમણ ખૂબ વધી ગયું હતું. તેમનો સી.આર.પી.સ્કોર 272, ડી-ડાયમર 4200 અને સી.ટી. સ્કેનનો સ્કોર 18નો હતો. અતિ ગંભીર કહી શકાય એવા આ દર્દીને રાજકોટમાં બેડ મળતો ન હોવાથી તેમને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર લઇ જવાયા. જ્યાં ત્રણ એમ.ડી. ડોક્ટરે તેમનો કેસ ફેઇલ ગણાવીને સારવાર કરવાની જ ના પાડી દીધી. બાદમાં વીરનગર કોવિડ હોસ્પિટલમાં દાખલ થયા અને માત્ર પાંચ દિવસમાં જ કોરોના સામે વિજયી બન્યા.

વીરનગરમાં ચંદ્રાબેનને લઇ આવ્યા અને સારવાર શરૂ કરી
ત્રણ-ત્રણ ડોક્ટરે કેસ ફેઇલ ગણાવતા હારી-થાકીને તેમના પરિવારજનો જીવવું તો ગામમાં, મરવું તો ગામમાં એમ નક્કી કરીને ચંદ્રાબેનને વીરનગરના ડેડિકેટેડ કોવિડ હેલ્થ કેર સેન્ટર ખાતે લઇ આવ્યા હતા. અહીં આ સેન્ટરના નોડલ ઓફિસર ડો. ધવલ ગોસાઈ તથા મેડિકલ ઓફિસર ડો. વિધિ વાઘેલા, ડો. શીતલ મેનીયા, ડો. નીલેશ બાંભણીયા અને ડો. હેતલ નકુમે સાવ નંખાઇ ગયેલા, પણ મનથી જરાય હિંમત ન હારેલા ચંદ્રાબેનની સારવાર શરૂ કરી.

ત્રીજા દિવસથી જ પોઝિટિવ સિગ્નલ મળવા માંડ્યા
ડો. ધવલ જણાવ્યું હતું કે ચંદ્રાબેનને ગ્લુકોઝની બોટલ ચડાવવા માટે નસ પકડવાની ટ્રાય કરી, ત્યાં જ 4200 ડી-ડાયમરને લીધે ચંદ્રાબેનને ક્લોટ થઇ ગયા. પરંતુ ન અમે હિંમત હાર્યા, ન ચંદ્રાબેને અમને હિંમત હારવા દીધી. સવાર-સાંજના અડધી કલાકના મહામુત્યુંજય મંત્રના જાપ, સતત કાઉન્સેલિંગ અને ચંદ્રાબેનના વિધેયાત્મક વલણને લીધે ત્રીજા દિવસથી અમને પોઝિટિવ સીગ્નલ્સ મળવા માંડ્યા. સતત 12 દિવસની તબીબી મથામણ બાદ અમે તેમને મોતના મુખમાંથી પરત લાવી શક્યા. અને તેઓ સંપૂર્ણપણે કોરોનામુક્ત થઇ શક્યા.

વીરનગરમાં કોવિડ કેર સેન્ટરમાં સારવાર લીધી (ફાઇલ તસવીર).
વીરનગરમાં કોવિડ કેર સેન્ટરમાં સારવાર લીધી (ફાઇલ તસવીર).

1 મેના રોજ ચંદ્રાબેન ઘરે હેમખેમ પહોંચ્યા
1 મેના દિવસે ચંદ્રાબેનને હેમખેમ ઘરે પહોંચી શક્યા, તેમનો સંપૂર્ણ જશ ચંદ્રાબેનના પરિવારજનો અને વીરનગરના કોવિડ સેન્ટરના ડોક્ટર્સને આપે છે, અને જણાવ્યું હતું કે, અમારો પરિવાર અખંડ રહી શક્યો, તે આ સરકારના પ્રતાપે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો