તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:રાજકોટમાં ભીલવાસમાં કતલખાનામાંથી માંસની ગંદકી ડ્રેનેજમાં નાખતા ચોકઅપ, બેરિકેડ ન મૂકતા સ્કૂટર ફસાયું

રાજકોટ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

સદર પાસે ભીલવાસમાં આવેલા કતલખાનામાં પ્રાણીઓ, પક્ષીઓની કતલ કર્યા બાદ તેના વધારાના અવશેષ અને માંસની ગંદકી સીધી ડ્રેનેજમાં જ નાખી દેવામાં આવે છે. જેના કારણે અનેક વખત ત્યાં ડ્રેનેજ ચોકઅપ થાય છે. જેના કારણે અહીંના મુખ્ય રોડ પર અનેક વખત લોહીની નદી વહેતી નજરે પડે છે. રાજકોટ મહાનગરપાલિકા કતલખાનાના સંચાલકો સામે કડક કાર્યવાહી કરતું ન હોવાથી આ પ્રકારની સમસ્યા અનેક વખત બની રહી છે.

કતલખાનામાં કતલ થતાં પ્રાણીઓના અવશેષો અને લોહીવાળી ગંદકી ભૂગર્ભ ગટર મારફતે બહાર રોડ પર ઠલવાતા લોહીવાળી નદી રસ્તા પર વહેવા લાગી હતી. મૃત પશુઓના અવશેષોના નિકાલ માટે મનપાએ યોગ્ય વ્યવસ્થા ગોઠવી છે. કતલખાનામાં જ એક મોટી કચરાપેટી મૂકવામાં આવી છે છતાં ડ્રેનેજમાં નખાતા હોવાની ફરિયાદ ઉઠી છે. મનપાના કર્મચારીએ ચોકઅપ થયેલી ડ્રેનેજ લાઇનના મેઇન હોલનું ઢાંકણું ખોલ્યું હતું, પરંતુ બેરિકેડ મૂક્યું ન હોવાથી સ્કૂટર ચાલક અકસ્માતનો ભોગ બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...