તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:સાયન્સના વિદ્યાર્થીઓએ કહ્યું, ધો.12નું પરિણામ ગૌણ, હવે ગુજકેટ, JEE અને NEETની પરીક્ષાને પ્રાધાન્ય

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માર્કશીટની રાહ જોયા વિના બોર્ડના વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષાની તૈયારી શરૂ કરી

ધો.12ના વિદ્યાર્થીઓને પણ સરકારે માસ પ્રમોશન આપ્યા બાદ તમામ વિદ્યાર્થીઓને માર્ક કંઈ ફોર્મ્યુલા આધારે મળશે તેની ગાઈડલાઈન પણ નક્કી કરી લેવામાં આવી છે ત્યારે હવે ગણતરીના દિવસોમાં જ પરિણામ પણ જાહેર કરી દેવામાં આવશે પરંતુ સાયન્સના વિદ્યાર્થીઓએ અત્યારથી માસ પ્રમોશન સ્વીકારી આગળ અભ્યાસક્રમ અંગેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, ધો.12નું માસ પ્રમોશનનું પરિણામ કે માર્કશીટની રાહ નથી જોવી, હવે તે ગૌણ બહાર છે અમે તો આગળ એન્જિનિયરિંગ અને મેડિકલ સહિતના જુદા જુદા પ્રવાહમાં પ્રવેશ પરીક્ષાને જ પ્રાધાન્ય આપી રહ્યા છીએ અને તેની પુરજોશથી તૈયારી કરી રહ્યા છીએ.

સ્કૂલમાં પણ ગુજકેટ-જેઈઈની પરીક્ષાની તૈયારી કરાવે છે
ધો.12માં પરિણામ આવે તેના કરતા અમે હાલ આગળના અભ્યાસ અંગેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સ્કૂલમાં પણ અમને ગુજકેટ અને જેઈઈ સહિતની પરીક્ષા અંગેની તૈયારી ઓનલાઈન કરાવે છે. બે- ત્રણ દિવસે એન્ટ્રન્સ ટેસ્ટ જેવી જ પરીક્ષા પણ લેવાય છે. -જેનિસ ઝાલાવાડિયા, વિદ્યાર્થી

સારી કોલેજમાં એડમિશન મેળવવા જેઈઈ અને ગુજકેટની તૈયારી અત્યારથી કરી રહ્યા છીએ. આ પરીક્ષા માટે અમે રોજ 6થી 8 કલાકની મહેનત કરી રહ્યા છીએ. સ્કૂલ તરફથી પણ લેક્ચર, પાઠ્ય-પુસ્તકો પૂરા પાડવામાં આવતા હોવાથી સારી પ્રેક્ટિસ થઇ રહી છે. -ધાર્મી સાંગાણી, વિદ્યાર્થિની

આગળ અભ્યાસ માટેની એન્ટ્રન્સ પરીક્ષાને લઈને અમે નિયમિત સ્કૂલના ઓનલાઈન લેક્ચર ભરીએ છીએ. પોતાની રીતે પણ જુદા જુદા મટિરિયલમાંથી એમસીક્યુ કાઢીને સોલ્વ કરું છું. સ્કૂલમાંથી પણ મટિરિયલ અપાયું છે. હાલ પ્રવેશ પરીક્ષાને પ્રાધાન્ય આપી રહ્યો છું. - વૈદિક શિંગાળા, વિદ્યાર્થી

બોર્ડની પરીક્ષા માટે પણ મેં સારી એવી મહેનત કરી હતી પરંતુ જ્યારે બોર્ડની પરીક્ષા રદ થઇ ત્યારથી જ મેં ગુજકેટ અને નીટ માટેની તૈયારી શરૂ કરી દીધી હતી. બંધ દરમિયાન પણ મેં તૈયારી સતત ચાલુ જ રાખી હતી. માતા-પિતાનો સારો સપોર્ટ મળી રહ્યો છે. -મિતાલી ધોળકિયા, વિદ્યાર્થિની

અન્ય સમાચારો પણ છે...