કાલે વડાપ્રધાન ખુલ્લું મૂકશે:10 એકરમાં સાયન્સ સેન્ટર; લોકો ગમ્મત સાથે વિજ્ઞાનમાં વિહાર કરશે

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
જીવોની ઉત્પત્તિથી લઈ મશીન, ટેક્નોલોજીની પ્રગતિઓને નિહાળી શકશે, આ સાથે છ અલગ- અલગ પ્રકારની થીમ આધારિત ગેલેરી બનાવી છે. - Divya Bhaskar
જીવોની ઉત્પત્તિથી લઈ મશીન, ટેક્નોલોજીની પ્રગતિઓને નિહાળી શકશે, આ સાથે છ અલગ- અલગ પ્રકારની થીમ આધારિત ગેલેરી બનાવી છે.
  • વિદ્યાર્થીઓને ગણિત-વિજ્ઞાનના પ્રયોગ અને ઈજનેરી- ટેક્નોલોજીનું જ્ઞાન એક જ સ્થળે મળશે

રાજકોટમાં ઈશ્વરિયા પાર્ક નજીક અંદાજે રૂ. 85 કરોડના ખર્ચે 10 એકર બનેલા પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રને કાલે વડાપ્રધાન ખુલ્લું મૂકશે. આ એક એવું વિજ્ઞાન કેન્દ્ર છે, જેમાં લોકો ગમ્મત સાથે વિજ્ઞાનની દુનિયામાં વિહાર કરી શકશે અને વિવિધ જીવોની ઉત્પત્તિથી લઈને મશીન અને ટેક્નોલોજીની પ્રગતિઓને નિહાળી શકશે. આ સેન્ટર ગણિત, વિજ્ઞાન અને ઈજનેરી વિકાસને ધ્યાનમાં રાખીને બનાવાયું છે. છ અલગ- અલગ થીમ આધારિત ગેલેરી બનાવી છે. આ સિવાય જ્ઞાન સાથે ગમ્મત પીરસતી વિવિઘ રાઇડ્સ અને ઝોન્સ પણ વિકસાવવામાં આવ્યા છે.

રિજિયોનલ સાયન્સ સેન્ટરનો દેખાવ પિરામિડની સન્મુખાકૃતિ જેવો છે. અહીં પ્રદર્શિત કરવામાં આવેલા અવનવા મોડલ્સ આવનાર મુલાકાતીઓને વિજ્ઞાનના એક નવા વિશ્વમાં કદમ મુક્યાનો અહેસાસ કરવશે. રિજિયોનલ સાયન્સ સેન્ટરની આસપાસના વિસ્તારો વિદ્યાર્થીઓ તથા શિક્ષકો અને જનતામાં વિજ્ઞાન અંગે જાગૃતિ તથા વિદ્યાર્થીઓને આગામી પેઢીના વૈજ્ઞાનિકો બનવા માટે પ્રેરિત કરવા વિજ્ઞાન, ટેક્નોલોજી તથા ઉદ્યોગને લગતા તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવાનો છે. વિવિધ ડેસિબલના અવાજો માનવીના મન-મગજ પર કેવી અસર કરે છે તેનું એક ઈન્ટ્રેક્ટિવ મોડેલ મુકવામાં આવ્યું છે.

સરગમના સાત સૂર કેવી અસર સર્જે તે જાણવા માટે વિવિધ સાધનો મુકવામાં આવ્યા છે. મશીન એન્ડ એન્જિનિયરિંગ ગેલેરીમાં વિવિધ પ્રકારના ગિયર અને તેનું મિકેનિઝમ સમજાવતા પ્રેક્ટિકલ મોડેલ, પ્લાઝમા કટિંગ મશીન, મલ્ટિ સ્પિન્ડલ મશીન, ઓટોમોબાઈલ વિભાગમાં ટુ-વ્હિલર, ફોર-વ્હિલર એન્જિનના સેક્શન કટ મશીન, 3-ડી પ્રિન્ટર, સૌથી અત્યાધુનિક મશીનો પણ અહીં જોવા મળે છે.

તેમજ મેક ઈન ઈન્ડિયા અંતર્ગત રાજકોટના એન્જિનિયરિંગ ઉદ્યોગોમાં કરેલા પ્રદાન અંગેનું પ્રદર્શન પણ જોવા મળે છે. આ ગેલેરીના માધ્યમથી જાણી શકાય છે કે, મશીનની શોધખોળના કારણે માનવીનું જીવન કેટલું સરળ બન્યું છે. સાયન્સ સેન્ટરમાં સ્કૂલના મુલાકાતીઓ માટે વિજ્ઞાન થીમ આધારિત ગેમ્સ, વર્ચ્યુઅલ રિયાલિટી, ઓડિયો- વીડિયો ઉપકરણો મુકાયા છે.

અન્ય સમાચારો પણ છે...