તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકમાં નિમણૂંકો કરી પણ શાળાઓ હાજર કરતી નથી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમુક ગ્રાન્ટેડ સ્કૂલના સંચાલકો હજુ હાજર નથી કરતા

રાજય સરકાર દ્વારા ગ્રાન્ટેડ ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં 2938 શિક્ષકોની પસંદગી કરવામાં આ‌વી હતી. આ ઉમેદવારોને નિમણૂંક પત્રો મુખ્યમંત્રીના હસ્તે અપાયા હતા. આમ છતા હજુ કેટલીક શાળાઓના શિક્ષકોને સંચાલકોએ હાજર કરતા ન હોવાથી તેમણે કેન્દ્રિય ભરતી બોર્ડના સચિવ એચ. એન. ચાવડાને રજૂઆત કરી છે.

શૈક્ષણિક સુત્રોના કહ્યા પ્રમાણે મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં અપાયેલા નિમણૂંક પત્રો પછી ઘણા સંચાલકોએ શિક્ષકોને હાજર કરી દીધા છે. પણ અમુક શાળા સંચાલકો હજુ વિવાદો ઉભા કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આણંદ સહિતના વિસ્તારમાં શાળા સંચાલકોએ નિમણૂંક થનાર શિક્ષકોને હેરાન કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેઓ સફળ રહ્યા નથી. જો કે, હજુ કેટલાક શાળા સંચાલકોએ નિમણુંક થઇ તેને એક મહિનો થઇ ગયો છતા શિક્ષકોને હાજર કર્યા નથી.

આથી આ શિક્ષકોએ સચિવ ચાવડાને રજૂઆત કરી છે, ચાવડાની દરમિયાનગીરી પછી પણ શાળા સંચાલકોએ શિક્ષકોને હાજર ન કરતા શિક્ષકો નિસહાય હાલતમાં આવી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...