તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:શાળા-કોલેજો, મોલ, સિનેમાઘરો ખુલ્યા, તો કોર્ટ કેમ ન ખૂલે,રાજકોટ બાર એસોસિએશન

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ત્વરિત નિર્ણય ન લેવાય તો 3 હજારથી વધુ વકીલો કરશે ઉગ્ર આંદોલન

કોરોનાની મહામારીને કારણે છેલ્લા દસ મહિના અને બાર દિવસથી ફિઝિકલ કોર્ટ બંધ રહેતા વકીલોની આર્થિક સ્થિતિ વિકટ બની છે. અનેક વખત રજૂઆત કરવા છતાં કોઇ પ્રત્યુત્તર નહિ આવતા રાજકોટ બાર એસોસિએશનના નેજા હેઠળ તમામ વકીલોએ મંગળવારે સવારે 11 વાગ્યાથી સિવિલ કોર્ટ બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં અમુદ્તી ધરણાંનો પ્રારંભ કર્યો છે. ચાલુ કરો..ચાલુ કરો..ફિઝિકલ કોર્ટ ચાલુ કરોના સૂત્રોચ્ચાર કરી વકીલોએ તેમની નારાજગી વ્યક્ત કરી હતી.

બાર એસો.ના પ્રમુખ બકુલ રાજાણીએ કહ્યું કે, ફિઝિકલ કોર્ટ ચાલુ કરવા માટે પાંચથી છ વખત ચીફ જસ્ટિસને રજૂઆત કરી છે. તેમ છતાં કોઇ કાર્યવાહી ન થઇ. ત્યારે હાલ શાળા-કોલેજો, મોલ, સિનેમાઘરો ખૂલી ગયા છે. તે ઉપરાંત રાજ્યમાં તમામ સરકારી કચેરીઓ પણ ફરી પૂર્વવત થઇ છે, પરંતુ રાજ્યના ચાર મહાનગરની અદાલતો શરૂ કરવા માટે કોઇ વિચારણા કરવામાં આવી નથી. લાંબા સમયથી ફિઝિકલ કોર્ટ બંધ રહેવાને કારણે ત્રણ હજારથી વધુ વકીલોની આર્થિક સ્થિતિ ખૂબ જ કથળી ગઇ છે. કેટલાક વકીલોએ તો કોર્ટ બંધ રહેવાને કારણે અન્ય ધંધા કરવા મજબૂર બન્યા છે.

આમ વકીલોની વ્યથાને વાચા નહિ મળતા ન છૂટકે અમારે અમુદ્તી ધરણાંનો કાર્યક્રમ કરવાની ફરજ પડી છે. ધરણાં દરમિયાન પણ કોઇ નિર્ણય કરવામાં નહિ આવે તો શહેરના તમામ વકીલો દ્વારા ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ. આ તકે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપ પટેલે પણ આક્રોશ સાથે જણાવ્યું કે, રાજ્યમાં ન્યાયાધીશો કરતા વકીલોની સંખ્યા વધુ છે. ત્યારે ન્યાયાધીશોને ફિઝિકલ કોર્ટ શરૂ કરવામાં શું વાંધો છે.

હાલ જે રીતે વકીલો પરેશાન છે તેવી જ રીતે પક્ષકારોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લાંબા સમયથી બંધ કોર્ટ કાર્યવાહીને કારણે કેસોનો પણ ખૂબ જ ભરાવો થઇ ગયો હોય ફિઝિકલ કોર્ટ તાત્કાલીક ધોરણે શરૂ કરવી જરૂરી બની છે.

સુપ્રીમ કોર્ટ માર્ચ મહિનાથી શરૂ
લાંબા સમયથી ચાલી રહેલી વર્ચ્યુઅલ સુનવણી બાદ સુપ્રિમ કોર્ટમાં આગામી માર્ચ મહિનાથી ફિઝીકલ સુનવણી શરૂ કરવામાં આવશે. જસ્ટિસ બોબડે સાથેની ચર્ચા બાદ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ઉપરોક્ત નિર્ણય લીધો હોવાનું કાઉન્સિલના મેમ્બર દિલીપ પટેલે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો