રાજકોટ શહેરના ટોચના પ્રોફેશનલ્સ અને બિઝનેસમેનો દ્વારા લોકસેવા માટે શર્વ ફાઉન્ડેશન શરૂ કરી જનભાગીદારીથી અનેક સેવા કાર્યોની ધૂણી ધખાવવાનો સંકલ્પ લીધો છે. જેને પગલે જે સરકારી શાળાઓમાં માળખાગત સુવિધાઓનો અભાવ હશે ત્યાં ૨હેલી કમીઓ પૂ૨ી ક૨ી વિદ્યાર્થીઓને સુવિધા સંપન્ન શાળા મળે, સ્માર્ટ શિક્ષણ મળે તેવું વાતાવરણ ઉત્પન્ન કરવામાં આવશે. જેમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે રાજકોટની શાળા નં.93ને દત્તક લેવામાં આવી છે. આ કાર્યમાં આર્થિક સહયોગ આપવા ઇચ્છતા લોકો પણ શર્વ ફાઉન્ડેશન નો સંપર્ક કરી શકે છે. ઉલ્લેખનીય છે કે સંસ્થા પાસે અત્યારસુધીમાં રૂ.16 લાખની રકમ એકઠી થઈ છે.
શાળાને દતક લઈ આધુનિક૨ણ ક૨વાનો સંકલ્પ
આ પ્રોજેક્ટ અંગે દિવ્યભાસ્કર સાથે વાત કરતા સંસ્થાના અગ્રણી રાકેશ ભાલાળાએ જણાવ્યું હતું કે, નગ૨ પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં.93 કે જયાં ગ૨ીબઅને પછાત વર્ગના બાળકો અભ્યાસ ક૨ે છે. આવા બાળકોના ઉત્કર્ષ અને સર્વાંગી વિકાસ માટે શર્વ ફાઉન્ડેશન શાળાને દતક લઈ આધુનિક૨ણ ક૨વાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. અને વેકેશનમાં તબકકાવા૨ શાળા નં.93 ની આધુનિકીક૨ણની કામગી૨ી શરૂ થશે.
સારૂ શિક્ષણ મળી રહે એ દિશામાં પ્રયત્ન
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શાળા નં.93માં 600 બાળકો અભ્યાસ કરે છે. આ શાળામાં માખળાગત ફેરફારો કરાશે. જેમાં લોકભાગીદારી ઉમેરાશે. શાળાની જરૂરીયાત મુજબનું ઇન્ફાસ્ટ્રક્ચર, બાળકોને શાળાએ આવવુ ગામે તેવું વાતાવરણ ઉભુ કરાશે, ખાનગી શાળાથી ઉતરતી ન હોય તેવી આધુનીક શાળાનું નિર્માણ કરાશે. માત્ર ઇન્ફાસ્ટ્રક્ચર જ નહિ પરંતુ બાળકોને સાચુ અને સારૂ શિક્ષણ મળી રહે એ દિશામાં પ્રયત્ન હાથ ધરાશે.
નાના માણસનું એક રૂપિયાનું દાન પણ સ્વીકાર્ય છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શાળા નં.93 ને સ્માર્ટ અને બધી ૨ીતે સુવિધા સંપન્ન બનાવવા હાલ એક ક૨ોડ રૂપિયા જેટલો ખર્ચ આવે તેમ છે ત્યા૨ે અમા૨ી દાતાઓને અપીલ છે કે આ યજ્ઞમાં સહકા૨ આપે. આ આખો પ્રોજેકટ જન ભાગીદા૨ીથી સાકા૨ થશે જેમાં નાના માણસનું એક રૂપિયાનું દાન પણ સ્વીકાર્ય છે. દાન ૨ોકડ પણ કાર્ય છે તો કોઈ દાતા જરૂ૨ી પ૨ીિ૨યળ પુ૨ું પાડે તો તે પણ સ્વીકાર્ય છે. શાળના નં.93 ને દતક લઈ સ્માર્ટ બનાવવાનો પ્રથમ પ્રયાસ છે, જેમાં સફળતા મળ્યા બાદ અન્ય શાળાઓ દતક લઈ સ્માર્ટ બનાવવામાં આવશે. શર્વ ફાઉન્ડેશનના આ કાર્યમાં જોડાવા ઇચ્છતા શિક્ષણનાં હિમાયતીઓ આ માટે રાકેશ ભાલાળા 93765 90400નો સંપર્ક કરી શકે છે.
શિક્ષણના આ સેવાયજ્ઞમાં લોકોને જોડાવા હાંકલ
શિક્ષણના આ સેવાયજ્ઞમાં લોકોને જોડાવા માટે શર્વ ફાઉન્ડેશન દ્વારા હાંકલ કરવામાં આવી છે. આ સેવા યજ્ઞમાં માત્ર રૂ. 1નું દાન આપીને પણ લોકો સહભાગી બની શકે છે. યથાશક્તિ મુજબ અનુદાન આપીને લોકો આ પ્રોજેક્ટને મજબૂત બનાવી શકે છે. આ ફાઉન્ડેશનને અપાયેલું દાન ઇન્કમટેક્સની કલમ 80જી(5) હેઠળ કરમુક્ત છે. આ ઉપરાંત લોકો શાળામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવનાર સળિયા, કલર સહિતના મટીરીયલ્સનું પણ અનુદાન આપી શકે છે.
ત્રણ ફેઝમાં શાળાઓમાં કામગીરી કરાશે
ઈન્ફ્રાસ્ટ્રક્ચર : શાળાઓમાં કલાસરૂમ, સેમિનાર હોલ, બાથરૂમ સહિતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવશે.
કાઉન્સેલિંગ : શાળાના બાળકો, શિક્ષકો અને વાલીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવશે. સાથે શિક્ષકોને તાલીમ પણ અપાશે
એકેડેમિક : વિદ્યાર્થીઓમાં શિક્ષણ ઉપરાંત કૌશલ્ય અને અન્ય ગુણો વધે તે માટે સ્કિલ ડેવલપમેન્ટ સહિતના પ્રોજેક્ટ ચલાવાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.