આક્ષેપ:વીંછિયામાં પાણીચોરી સાબિત કરવા બાવળિયાને સ્કૂલ સંચાલકની ચેલેન્જ

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકાની સંકલન બેઠકમાં બાવળિયા છાશવારે ખોટા પ્રશ્નો ઉઠાવીને પાર્ટી
  • જૂના કાર્યકરોને બદનામ કરવાનો પ્રયાસ કરતા હોવાનો આક્ષેપ

વીંછિયામાં બોટાદ રોડ પર આવેલી ઉમિયા શૈક્ષણિક સંકુલમાં ભૂતિયું કનેક્શન મેળવીને પાણીચોરી કરવામાં આવતી હોવાનો ભાજપના ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ તાલુકાની સંકલન બેઠકમાં આક્ષેપ કર્યો હતો, જેની સામે આ શૈક્ષણિક સંસ્થાના પ્રમુખ અન વીંછિયા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી કેરાળિયાએ બાવળિયાને ભૂતિયું કનેક્શન સાબિત કરવા પડકાર ફેંક્યો હતો.

વીંછિયા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી અને ઉમિયા શૈક્ષણિક સંકુલના પ્રમુખ ભૂપતભાઇ કેરાળિયાએ જણાવ્યું હતું કે, પાંચેક દિવસ પૂર્વે વીંછિયામાં તાલુકાની સંકલન બેઠક મળી હતી તેમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ ઉમિયા શૈક્ષણિક સંકુલમાં ભૂતિયું કનેક્શન મેળવીને નર્મદામાંથી પાણીચોરી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરી અધિકારીઓને ખખડાવ્યા હતા, ભાજપના આગેવાન કેરાળિયાએ જેની સામે તા.29ને શુક્રવારે કુંવરજી બાવળિયાને પત્ર લખ્યો હતો,

પત્રમાં કેરાળિયાએ લખ્યું હતું કે, અમારી શાળામાં નર્મદાના પાણીનું ખોટું કનેક્શન હોય તો કાપવા માટે અધિકારીઓ સાથે આવો અને અમારી શાળા તમારું લાલ જાજમ પાથરી, ઢોલ નગારા અને 100 કિલો ગુલાબની પાંદડીઓથી 1000 વિદ્યાર્થીઓ સ્વાગત કરવા તૈયાર છે. સમય ફાળવવા કેરાળિયાએ ધારાસભ્ય બાવળિયાને વિનંતી પણ કરી હતી. ભૂપતભાઇ કેરાળિયાએ ‘દિવ્ય ભાસ્કર’ સમક્ષ કહ્યું હતું કે, પોતે વર્ષોથી ભાજપના કાર્યકર છે, કુંવરજી બાવળિયા અગાઉ કોંગ્રેસમાં હતા, ત્યારે તેમની સામે ખંતથી રાજકીય કામ કર્યું હતું, હવે બાવળિયા ભાજપમાં જોડાયા છે તો ભાજપના જૂના કાર્યકરોને ટાર્ગેટ કરી રહ્યા છે, બાવળિયા ભાજપના ધારાસભ્ય છે છતાં જિલ્લા અને તાલુકાની સંકલનની બેઠકમાં પ્રશ્નોની ઝડી વરસાવીને પાર્ટી અને સરકારને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યાનો પણ કેરાળિયાએ આક્ષેપ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...