તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસમાં ઢીલ:શાળા સંચાલકો : એનઓસી માટે નિયત સમયમાં અરજી કરીશુંફાયર શાખા : સાધનો ફિટ નહીં હોય તો અરજી સ્વીકારીશું નહીં

રાજકોટ6 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • રાજકોટની 350 શાળામાં હજુ ફાયર એનઓસી નથી: સાધનો આવી ગયા બાદ ફાયર વિભાગ ઇન્સ્પેક્શન કરશે

શાળાઓમાં ફાયર સેફ્ટીને લઈને મહાનગરપાલિકાનું ફાયર વિભાગ દરરોજ શહેરની જુદી જુદી શાળાઓમાં ચેકિંગ કરી રહ્યું છે. સુરતની ઘટના ઉપરાંત રાજકોટમાં પણ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બન્યા બાદ દરેક સ્થળે ફાયર સેફ્ટીના સાધનો ફરજિયાત રાખવાનો નિયમ હોવા છતાં રાજકોટની 350થી વધુ શાળાઓમાં હજુ પણ ફાયર સેફ્ટીની સુવિધા કે એનઓસી નથી. આ શાળાઓએ હજુ સુધી ફાયર એનઓસીની અરજી પણ કરી નથી.

વધુમાં હવે જે શાળામાં ફાયર સેફ્ટીના સાધનો નહીં હોય તે શાળાની ફાયર એનઓસી માટેની અરજી પણ મનપાનો ફાયર વિભાગ સ્વીકારશે નહીં. શહેરમાં મંગળવારે શહેરની 42 શાળામાં ચેકિંગ કર્યું હતું અને દરરોજ 40થી વધુ શાળાઓમાં ચેકિંગ હાથ ધરાયું છે. ફાયર વિભાગે શાળાઓને પાંચ દિવસમાં ફાયર એનઓસી માટે અરજી કરી દેવા સૂચના આપી છે, પરંતુ ખરેખર અરજી કરતા પહેલા દરેક શાળાઓએ ફાયર સેફ્ટીના સાધનો વસાવવા પડશે, સાધનો આવી ગયા બાદ ફાયર વિભાગ ઇન્સ્પેક્શન કરશે અને પછી જ એનઓસીની અરજી સ્વીકારાશે.

ફાયર સેફ્ટી માટેના નિયમો અસ્પષ્ટ, શાળાઓને આટલી મુશ્કેલી પડે છે

 • ફાયરના નિયમો અંગે સ્પષ્ટતા જરૂરી છે.
 • એક વર્ષ પહેલાં જેમને ફાયર એન.ઓ.સી. જે તે સમયના નિયમોને આધિન લીધેલ હોય એમને ફરીથી ફાયર સેફ્ટીના સાધનો વસાવવા અને બદલાવવા જણાવવામાં આવે છે.
 • રાજકોટ જિલ્લાની શાળાઓને ક્યાં અરજી કરવાની એની કોઈ માહિતી કે માર્ગદર્શન નથી.
 • જે શાળાઓ સૂચિતમાં હોય અને જેમને સરકાર દ્વારા સ્કૂલની મંજૂરી જે તે સમયે મળેલ હોય એમને ફાયર એનઓસી લેવામાં મુશ્કેલી પડે છે.
 • જે શાળામાં સિમેન્ટ સીટના ડોમ હોય અને જેમાં પૂરતું વેન્ટિલેશન હોય એમને હકારાત્મક અભિગમ આપવો જોઈએ.
 • ખૂબ જ જૂની શાળાઓ કે જ્યાં બીજી સીડી બનાવવાનું શક્ય ન હોય ત્યાં વ્યવહારુ અભિગમ જરૂરી.
 • ફાયર સેફ્ટીના સાધનો માટેના સ્ટાન્ડર્ડ વેન્ડરની માહિતી જાહેર થાય.
 • નવ મીટરથી ઓછી ઊંચાઈવાળા મકાનમાં ફાયર સેફ્ટીના સાધનો વસાવવા વિશે જરૂરી સ્પ્ટતા થવી.
 • ફાયર સેફ્ટી વિશેના માર્ગદર્શન સેમિનાર થાય .

ખુદ મનપાની શાળાઓમાં જ ફાયર સેફ્ટી નથી
રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા શહેરની જુદી જુદી ખાનગી શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો કે એનઓસીને લઈને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, પરંતુ ખાટલે મોટી ખોટ એવી છે કે ખુદ મહાનગરપાલિકાની નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં જ ફાયર સેફ્ટીના સાધનો કે એનઓસી નથી. મનપા સંચાલિત તમામ શાળાઓમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા ઊભી કરવા માટે અંદાજિત રૂ. 60 લાખ જેટલો ખર્ચ કરવો પડે તેવું છે.

ટેન્ડર થઇ ગયા છે, ખરીદી શાળાએ કરવાની રહેશે
તમામ ખાનગી શાળામાં ફાયર સેફ્ટીના સાધનો એકસાથે મગાવવા માટે અમે અગાઉ ટેન્ડર પ્રક્રિયા કરી જે-તે કંપનીના મિનિમમ ભાવ નક્કી થઇ ગયા છે હવે જે-તે સ્કૂલે પોતાની રીતે આ કંપની પાસેથી સાધનોની ખરીદી કરવાની રહે છે. શાળાઓને ઓછા ભાવે સાધનો મળી રહે તે માટે એકસાથે મોટી સંખ્યામાં સાધનો ખરીદી માટે ટેન્ડર મગાવ્યા હતા. > ડી.વી. મેહતા, પ્રમુખ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ

અન્ય સમાચારો પણ છે...