તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Schedule Of Three Trains Including Okha Howrah 3 Jan. Extended To, Extended The Duration Of The Special Train In View Of The Traffic

ટ્રેનની અવધિ:ઓખા-હાવડા સહિત ત્રણ ટ્રેનનું શિડ્યૂલ 3 જાન્યુ. સુધી લંબાવાયું, ટ્રાફિકને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ ટ્રેનની અવધિ વધારી

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

વેસ્ટર્ન રેલવેએ ટ્રેનમાં મુસાફરોના ટ્રાફિક વધારાને ધ્યાનમાં રાખી અને તેમની સુવિધા માટે 3 જાન્યુઆરી 2021 સુધી ઓખા-હાવડા, પોરબંદર-હાવડા અને ઓખા-ગોરખપુર વચ્ચે દોડતી ફેસ્ટિવલ સ્પેશિયલ સુપર ફાસ્ટ ટ્રેનોની અવધી વધારવાનો નિર્ણય કર્યો છે. ઓખા-હાવડા સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન 6થી 27 સુધી દર રવિવારે ઓખાથી સવારે 8.40 કલાકે રવાના થશે. રાજકોટ સ્ટેશન પર આ ટ્રેન એ જ દિવસે બપોરે 13.00 કલાકે પહોચશે અને હાવડા ત્રીજે દિવસે રાત્રે 3.15 કલાકે પહોચશે. બીજી ટ્રેન પોરબંદર-હાવડા સુપરફાસ્ટ દ્વિ-સતાપ્દી એક્સપ્રેસ 2 ડિસેમ્બરથી લઈને 31 ડિસેમ્બર સુધી દર બુધવાર અને ગુરુવારે પોરબંદરથી સવારે 8.50 કલાકે રવાના થશે. રાજકોટ આ ટ્રેન બપોરે 13.00 કલાકે પહોચશે અને હાવડા ત્રીજે દિવસે પહોચશે. ત્રીજી ટ્રેન ઓખા-ગોરખપુર ફેસ્ટીવલ સ્પેશિયલ ટ્રેન 6 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી પ્રત્યેક રવિવારે ઓખાથી રાત્રે 21.00 કલાકે ઉપડશે.

અન્ય સમાચારો પણ છે...