તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે સતત ત્રીજા દિવસે પણ વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયો હતો. સવારના 10 વાગ્યા સુધી સૂર્ય નારાયણના દર્શન લોકો કરી શક્યા નહોતા. ગાઢ ધુમ્મસને કારણે રાજકોટની ઉંચી ઇમારતો જાણે અદ્રશ્ય થઇ ગઇ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા. બીજી તરફ વિઝિબિલિટી ઘટતા હાઇવે પર વાહનચાલકોએ હેડ લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી, જેમાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના રસ્તા પર શિમલા-મનાલી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટતા રાજકોટ આવતી સ્પાઇસ જેટની બંને ફ્લાઇટ એકથી બે કલાક મોડી પડી હતી. દિલ્હીથી આવતી ફ્લાઇટ બે કલાક તો મુંબઇથી આવતી ફ્લાઇટ 1 કલાક મોડી પડી હતી.
50 ફૂટ દૂર કંઇ પણ ન દેખાય તેટલો ગાઢ ધુમ્મસ
ધુમ્મસનું પ્રમાણ એટલું ગાઢ હતું કે, 50 ફૂટ દૂર કોઇ વસ્તુ પડી હોય તો પણ દેખાય નહીં. જેના કારણે હાઇવે પર વાહનચાલકોની સ્પીડમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેમજ ફરજીયાત દરેક વાહનચાલકોએ હેડ લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. ગાઢ ધુમ્મસને કારણે સવારમાં ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો હતો.
ગાઢ ધુમ્મસને કારણે જીરાના પાકને નુકસાન
જીરૂનો પાક હાલ સૌરાષ્ટ્રના ખેતરોમાં ઉભો છે અને ખેડૂતો જીરૂનો પાક લઇ રહ્યાં છે. ત્યારે ગાઢ ધુમ્મસને કારણે જીરૂને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચે તેવી ભીતિ સેવાઇ રહી છે. રાજકોટ સહિત ગોંડલ, વિરુપુર, જેતપુર અને મોરબી પંથકમાં પણ ગાઢ ધુમ્મસને કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ખેડૂતોએ આ મુદ્દે જણાવ્યું હતું કે, ત્રીજા દિવસે ધુમ્મસના હિસાબે જીરૂના પાકને નુકસાન થશે તો તેમાં રોગ આવવાની શક્યતા છે, આમ જીરૂના પાકને નુકસાન પહોંચવાની ભીતિ સાથે ખેડૂતો ચિંતિત બન્યા છે.
આટકોટમાં ત્રીજા દિવસે પણ ધુમ્મસ
આટકોટમાં પણ વહેલી સવારથી જ વાતાવરણમાં ધુમ્મસ છવાઈ ગઈ હતી. હાઈવે પર વાહનચાલકોને લાઈટો ચાલુ રાખીને ચાલવું પડ્યું હતું. દૂર સુધી કંઈ દેખાતું ન હતું. લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. આટકોટમાં ધુમ્મસના કારણે વાહનોની સ્પીડ પર બ્રેક લાગી હતી. ધુમ્મસનું પ્રમાણ વધુ હોવાને કારણે રોડ-રસ્તા ભીના થઈ ગયા હતા. તથા વાહનો પર પણ પાણી પડી રહ્યાં હતાં. આટકોટમાં સવારે સાડા નવ સુધી ધુમ્મસ જોવા મળી હતી.
( તસ્વીર : કરશનભાઈ બામટા, આટકોટ )
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.