તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તડકામાં થોડી રાહત:રવિવારે પણ છૂટાછવાયા સ્થળે વરસાદ પડવાની વકી

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

શનિવારે આખો દિવસ તડકો રહ્યો હતો. અસહ્ય બફારા બાદ વાતાવરણમાં સાંજે પલટો આવ્યો હતો. સાંજે 4.00 કલાકે વાદળો છવાઈ ગયા હતા અને ભારે પવન ફૂંકાયો હતો. હવામાન વિભાગના જણાવ્યાનુસાર સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસર હજુ 24 કલાક જળવાઈ રહેશે. જેને કારણે દિવસભર તડકો રહેશે અને બપોર બાદ વાદળછાયુ વાતાવરણ રહેશે. સાંજે છુટા છવાયા વરસાદ પડવાની સંભાવના છે.

આ અસર પૂરી થયા બાદ બે દિવસ સુધી 42 ડિગ્રી તાપમાન રહેશે અને ત્યારબાદ તાપમાનનો પારો ઊંચકાશે. જેતપુરમાં બપોર બાદ વરસાદી ઝાપટું પડ્યું હતું.શનિવારે મહત્તમ તાપમાન 40.7 ડિગ્રી રહ્યું હતું અને લઘુતમ તાપમાન 30.6 ડિગ્રી હતું. સવારના સમયે હવામાં ભેજનું પ્રમાણ 51 ટકા રહ્યું હતું અને સાંજે 27 ટકા રહ્યું હતું. સવારે 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. બપોરના સમયે પવનની ઝડપ વધી ગઈ હતી. જેની ઝડપ 18 કિલોમીટર રહી હતી. હવામાન વિભાગના જણાવ્યાનુસાર જ્યાં સીબી ફોર્મેશન હશે ત્યાં છૂટા છવાયા વરસાદી ઝાપટાં પડશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો