તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:QR કોડ સ્કેન કરવાથી તમામ માર્કશીટ દેખાશે

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિદ્યાર્થીઓને QR કોડવાળી માર્કશીટ આપવાનું શરૂ : ડાઉનલોડ પણ કરી શકાશે
 • સૌરાષ્ટ્ર યુનિ.નો રાજ્યમાં પ્રથમ પ્રયોગ

રાજ્યમાં સૌપ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને આપવામાં આવતી માર્કશીટમાં ક્યુઆર કોડ ઉમેરી દીધો છે. કોઈપણ વિદ્યાર્થી માર્કશીટનો ક્યુઆર કોડ પોતાના મોબાઈલમાં સ્કેન કરશે તો તેને પોતાના અગાઉના તમામ સેમેસ્ટરની માર્કશીટ ઓનલાઈન જોવા મળશે.

વિદ્યાર્થી આ માર્કશીટ ઓનલાઈન જોવાની સાથે મોબાઈલ કે કમ્પ્યુટરમાં ડાઉનલોડ પણ કરી શકશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ક્યુઆર કોડવાળી માર્કશીટ આપવાનું પણ શરૂ કરી દીધું છે. સૌરાષ્ટ્રના આશરે 3.50 લાખ વિદ્યાર્થીને ક્યુઆર કોડવાળી માર્કશીટ બનાવીને અપાશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ હવે એનએડી (નેશનલ એકેડેમિક ડિપોઝિટરી)માં જોડતા હવે વિદ્યાર્થીઓના પ્રમાણપત્રો ડિજિટલ રીતે સચવાશે અને અન્ય યુનિવર્સિટીમાં પ્રવેશ લેતા છાત્રો ઓનલાઈન વેરિફિકેશન કરાવી શકશે. રાજ્યમાં એકમાત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માર્કશીટ એવી છે જેમાં વિદ્યાર્થીનો કલર ફોટો, લેમિનેટેડ માર્કશીટ અને ક્યુઆર કોડ સાથેની માર્કશીટ આપવામાં આવી રહી હોવાનું યુનિવર્સિટીના અધિકારી જણાવી રહ્યા છે. હાલ 2019 પછીની માર્કશીટ ઓનલાઈન મળશે. ત્યારબાદ અન્ય વર્ષની માર્કશીટ મળી શકશે.

વિશ્વના કોઈપણ ખૂણેથી વેરિફિકેશન કરી શકાશે
દેશની 600થી વધુ શૈક્ષણિક સંસ્થાઓએ વિદ્યાર્થીઓના ડિજિટલ એકેડેમિક પ્રમાણપત્રો માટે NADમાં નોંધણી કરાવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ વિદ્યાર્થીઓની માર્કશીટ અને ડિગ્રી સર્ટિ. ડિજિટલ રીતે ઉપલબ્ધ બનાવ્યા છે. સૌરાષ્ટ્રની વિશ્વવિદ્યાલયે પણ NADમાં નોંધણી કરાવતા વિશ્વના કોઈપણ ખૂણે બેસેલો વિદ્યાર્થી ડિગ્રી-પરિણામનું ઓનલાઈન વેરિફિકેશન સરળતાથી કરી શકશે. કોઈ વિદ્યાર્થી અન્ય રાજ્યની દેશની યુનિવર્સિટીમાં પ્રવેશ લે અને તે વખતે તેને માર્કશીટ, ડિગ્રી સહિતના પ્રમાણપત્રોના વેરિફિકેશન માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરી ધક્કો ખાવો નહીં પડે અને NADની વેબસાઇટ પર જઈ ઓનલાઈન વેરિફિકેશન કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો