સાવચેતી:ફ્રી ગિફ્ટના નામે આવતી કોઈ પણ લિંક ન ખોલવા SBIની ચેતવણી

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેવાયસીના નામે થતી છેતરપિંડી સામે સાવધ રહેવા સલાહ
  • સ્ટેટ બેંકે તેના તમામ ખાતેદારોને એલર્ટ મોકલી સાવચેત કર્યા

તાજેતરમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)એ પોતાના ગ્રાહકોને એલર્ટ મેસેજ કરીને ચેતવ્યા છે કે, મેસેજમાં કેવાયસીના નામે થતી છેતરપિંડીને લઈ ગ્રાહકો સાવધ રહેે. એસબીઆઈ, આરબીઆઈ, સરકાર, ઑફિસ, પોલીસ અને કેવાઈસી ઓથોરિટીના નામ પર જે ફોન-કોલ આવે તેનાથી સાવધ રહો. ફોનમાં અજ્ઞાત સોર્સ દ્વારા એપ ડાઉનલોડ ન કરો. છેતરપિંડી કરનારા ફ્રી ગિફ્ટના નામે કસ્ટમરને લિંક મોકલી તેમની પર્સનલ ડિટેઈલ ચોરી રહ્યા હોવાથી બેંકે તેના ખાતેદારોને કોઈ શંકાસ્પદ લિંક ન ખોલવા સલાહ આપી છે.

મોબાઈલમાં બેંક ડિટેઈલ ન રાખવા કહ્યું
બેંકે એલર્ટમાં જણાવ્યું છે કે, એકાઉન્ટ નંબર, પાસવર્ડ, એટીએમ કાર્ડ નંબર કે પછી તેનો ફોટો રાખવાથી તમારી માહિતી લીક થવાનો ખતરો રહે છે. જેના કારણે ગ્રાહકોના એકાઉન્ટની તમામ માહિતી હેકર પાસે પહોંચી જાય છે.

અજાણી એપ ડાઉનલોડ કરવા સામે ચેતવ્યા
કોઈ પણ ડેસ્ક, ક્વિક સપોર્ટ, ટીમવ્યુઅર અને મિંગલવ્યુ એપ્સને મોબાઈલમાં ડાઉનલોડ ન કરે. ખાતાધારકોને યુનિફાઇડ પેમેન્ટ સિસ્ટમ વિશે પણ ચેતવણી આપી છે અને તેમને કોઇપણ અજ્ઞાત સ્ત્રોતમાંથી યુપીઆઇ કલેકટ વિનંતીઓ અથવા ક્યૂઆર કોડ્સ સ્વીકારવા માટે કહ્યું નથી.

SBIના નામે અડધો ડઝનથી વધુ નકલી સાઈટ
અજાણી વેબસાઈટો પરથી હેલ્પલાઈન નંબર શોધશો નહીં, કારણ કે એસબીઆઇના નામે અડધો ડઝનથી વધુ નકલી વેબસાઈટ્સ છે. કોઈપણ ઉકેલ માટે માત્ર સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અને તપાસ કર્યા પછી જ તમારી માહિતી શેર કરો.

અન્ય સમાચારો પણ છે...