મોરબી રોડ, ચામડિયાપરા ખાટકીવાડમાં રહેતા હમિદ ઇકબાલભાઇ બાવનકા અને તેનો પિતરાઇ ભાઇ આર્યન બાવનકા પર રોહિદાસપરામાં રહેતા વિજય ચુડાસમા નામના શખ્સે છરીથી હુમલો કરી ઇજા પહોંચાડતા બંને ભાઇઓને સારવારમાં ખસેડાયા હતા. બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ બી.બી.કોડિયાતર સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી જઇ હમિદની પૂછપરછ કરતા તેને કહ્યું કે, તે મંગળવારે પિતરાઇભાઇ આર્યન સાથે રોહિદાસપરામાં ડોનના ડેલા પાસે ઊભા હતા.
ત્યારે આ વિસ્તારમાં રહેતો વિજય પોતાની પાસે આવી તું રઇશ સાથે બહુ રખડે છે તેમ કહી ગાળો ભાંડવા લાગાળો દેવાની ના પાડતા તે ઉશ્કેરાય ગયો હતો અને વિજયે નેફામાંથી છરી કાઢી પોતાના પર અને આર્યન પર હુમલો કરી ઇજા પહોંચાડી છે. વિજયે થોડા દિવસો પહેલા મિત્ર રઇશ સામે ફરિયાદ નોંધાવી હતી. રઇશ તેનો મિત્ર હોય તે સાથે ફરતો હોવાનો ખાર રાખી વિજયે હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે વિજયને સકંજામાં લીધો છે.
અન્ય બનાવ ઢાંઢણી ગામે બન્યો છે. જેમાં ઘનશ્યામ ગોવાણી નામના યુવાનને ગામના અશ્વિન કુમારખાણિયા અને સાથેના શખ્સે ધોકાથી માર મારી ઇજા કરી છે. મંગળવારે રાતે બસ સ્ટેન્ડ પાસે પોતે ઊભો હતો. ત્યારે અશ્વિન અને અજાણ્યો શખ્સ આવી તું અહીંયા કેમ ઊભો છો કહી ધોકાથી હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.