તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:‘મકાન કેમ બનાવ્યું’ કહી કૌટુંબિક સાળાએ બનેવીને છરીના ઘા ઝીંક્યા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના કોઠારિયા મેઇન રોડ, સુખરામનગર-3માં રહેતા નીતિન નારણભાઇ કવલ નામના યુવાન પર તેના જ કૌટુંબિક સાળા દેવશી લાખા લાંબાએ છરીથી હુમલો કરતા લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયો હતો. બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસમથકના પીએસઆઇ એસ.એન.જાડેજા સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયા હતા. ઇજાગ્રસ્ત નીતિનની પૂછપરછમાં તે આજે સવારે ગ્રીન પાર્ક મેઇન રોડ પર હતો ત્યારે કૌટુંબિક સાળો દેવશી તેની પાસે આવી તે અહીંયા કેમ મકાન બનાવ્યું, તું અહીંથી જતો રહેજે તેમ કહી ઝઘડો કર્યો હતો. બાદમાં તે વધુ ઉશ્કેરાય જઇ તેને છરીથી હુમલો કરી ધમકી આપી નાસી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી ઇજાગ્રસ્ત યુવાનના ઘર પાસે જ રહેતા કૌટુંબિક સાળા દેવશીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

નોકરીમાંથી છૂટા કરતા પ્રૌઢે ઝેર પીધું
શહેરના શાસ્ત્રીમેદાનમાં એક વ્યક્તિ ઝેરી દવા પીધેલી હાલતમાં પડ્યા હોવાની 108 ટીમને જાણ થતા તુરંત ત્યાં દોડી ગયા હતા અને તે વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસમથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. સારવાર બાદ સ્વસ્થ થયેલા દર્દીની પૂછપરછ કરતા તે પેલેસ રોડ, મનમંદિર એપાર્ટમેન્ટમાં રહેતા ભાવેશભાઇ સૂર્યકાંતભાઇ ચોટાઇ હોવાનું જણાવ્યું હતું. ઝેરી દવા પીવાના કારણ અંગે પૂછતા તે અને પુત્ર નેવિલ બંને હરિહર ચોકમાં આવેલી શેરબજારની ઓફિસમાં નોકરી કરતા હતા. પરંતુ કોરોનાની મહામારીને પગલે તેમને નોકરીમાંથી છૂટા કરી દેતા બેકાર થઇ ગયા હતા. જેને કારણે ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની જતા પગલું ભર્યાનું જણાવ્યું છે.

જુગાર રમતી 2 મહિલા સહિત 7 પકડાયા
શહેરના કોઠારિયા મેઇન રોડ પર આવેલા આશાપુરાનગર-3માં કાંતાબેન દિનેશભાઇ સભાયાના મકાનમાં જુગાર રમાતો હોવાની માહિતીના આધારે ભક્તિનગર પોલીસે બુધવારે બપોરે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મકાનમાં જુગાર રમી રહેલા કાંતાબેન ઉપરાંત રેખા પ્રવીણગીરી ગોસ્વામી, અનિરૂધ્ધસિંહ જીલુભા ઝાલા, જેન્તી ગોરધન મારડિયા, સુરેશ ગોરધન સાવલિયા, લવજી અરજણ ચાચડિયા અને નાનજી દેવશી ભૂતને રોકડા રૂ.7550 સાથે પકડી પાડી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...