તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:આ રોડ અમારો છે, કહી 4 શખ્સે યુવાનને માર માર્યો

રાજકોટ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ગોકુલધામ આવાસ પાસે બનેલો બનાવ

અસામાજિક તત્ત્વો કાયદાને જાણે ઘોળીને પી ગયા હોય તેમ સરાજાહેર આતંક મચાવી ભયનો માહોલ ફેલાવી રહ્યાં છે. આવા જ એક બનાવની કોઠારિયા રોડ, મેહુલનગર-1માં રહેતા વેપારી ગૌરવ દિલીપભાઇ પારેખ નામના યુવાને કિશન ગઢવી, કિશન ડોડિયા અને તેની સાથેના બે અજાણ્યા શખ્સ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, યુવાન તેની કારમાં મિત્ર સાથે ચાર દિવસ પહેલા ગોકુલધામ આવાસ પાસેથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે ઉપરોક્ત શખ્સોએ કારને ઊભી રખાવી હતી.

કાર શા માટે ઊભી રખાવી તેવું પૂછતા કિશન ગઢવીએ આ રોડ અમારો છે, અમે કહીએ એટલે ઊભું રહી જવાનું તેમ કહી ગાળો ભાંડી માર માર્યો હતો. ચારેય અસામાજિક તત્ત્વોએ યુવાનની કારનો પીછો કરી થોડે દૂરથી ફરી કારને આંતરી હતી. અને કમરપટ્ટાથી કારના કાચ ફોડી નાખી કિશન ગઢવીએ છરી બતાવી ધમકી આપી નાસી ગયા હતા. પોલીસે ગુનો નોંધી ચારેયને ઝડપી કાયદાનું ભાન કરાવવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો