તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:‘મેં પણ RPFમાં નોકરી કરી છે’ કહી, કોન્સ.ની આંગળી કરડી ખાધી

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાજકોટ રેલવેમાંથી રિક્ષા બહાર લઇ જવાના મુદ્દે બબાલ
  • ઇજાગ્રસ્તની ફરિયાદ નોંધી નિવૃત્ત કર્મીની શાન ઠેકાણે લાવી

રાજકોટના રેલવે સ્ટેશન પર રેલવે સુરક્ષા દળના હેડ કોન્સ.ની ફરજમાં આરપીએફમાંથી નિવૃત્તિ લઇ રિક્ષા ચલાવતા શખ્સે ફરજમાં રુકાવટ કરી ઇજા પહોંચાડતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. રાજકોટ રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા આરપીએફના હેડ કોન્સ. દિનેશસીંગ દાતારામ શિકરવારે નોંધાવેલી ફરિયાદ મુજબ, શનિવારે પોણા બાર વાગ્યાના અરસામાં એક રિક્ષા રિઝર્વેશનના ગેટ પાસે લઇને આવતા તેને અંદર આવતા રોકી હતી. જેથી ચાલકે રિક્ષા ઊભી રાખતા પોતે નજર કરતા તેનો ચાલક તેના જ દળમાં અગાઉ ફરજ બજાવતો અને નિવૃત્તિ લઇ લેનાર પ્રેમજી પોલા વડેચા હોવાનું જાણવા મળ્યું હતું.

જેથી તેને રિક્ષા બહાર લઇ જવાનું કહેતા તે ઉશ્કેરાય ગયો હતો અને ગાળો ભાંડવા લાગ્યો હતો. અને કહેવા લાગ્યો કે હું પણ રેલવેનો કર્મચારી છું, મેં પણ તમારી જેમ આરપીએફમાં નોકરી કરી છે. તમે ગેટ બહાર આવો એટલે હું તમને બતાવું. જેથી પ્રેમજીને સમજાવ્યો હતો પરંતુ તે વધુ ઉશ્કેરાય જઇ પોતે પહેરેલા ડ્રેસનો કાંઠલો પકડી સ્ટેશનના ગેટ બહાર લઇ જઇ ઝપાઝપી કરી હતી. ઝપાઝપીમાં શર્ટના બટન તૂટી ગયા હતા. પોતે ફરજ પર છે, ડ્રેસમાં છે તેવું કહેવા છતાં તેને ગાળો ભાંડવાનું ચાલુ રાખ્યું હતું. જેથી તેને અટકાવતા તેને હાથની આંગળીમાં બચકું ભરી કરડી ખાધી હતી.

અને બાદમાં વાંસામાં પણ બચકું ભરી લીધું હતું. જેથી પોતે બૂમાબૂમ કરતા પ્રેમજી ત્યાંથી જતો રહ્યો હતો. બનાવની જાણ થતા પ્રદ્યુમ્નનગર પોલીસમથકના પીએસઆઇ બી.વી.બોરીસાગરે ફરજમાં રુકાવટનો ગુનો નોંધી તપાસ શરૂ કરી આરોપી પ્રેમજીને પકડી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં આરોપી પ્રેમજીએ 2011માં આરપીએફમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા બાદ રિક્ષા ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...