તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવ વધારો:સૌરાષ્ટ્રના લીંબુની નિકાસ શરૂ થતા ભાવ આસમાને

રાજકોટ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • 30ના કિલો મળતા હવે ભાવ રૂ. 80 થયો

અગાઉ લીંબુ રૂ. 30ના કિલો મળતા હતા તેનો ભાવ અત્યારે યાર્ડમાં રૂ. 80 સુધી પહોંચ્યો છે. જ્યારે છૂટક માર્કેટમાં એક કિલો લીંબુનો ભાવ રૂ. 120થી પણ વધુ વસૂલવામાં આવે છે. દિલ્હીમાં લીંબુનો પાક નિષ્ફળ ગયો છે. જેને કારણે ત્યાં સૌરાષ્ટ્રના લીંબુની ડિમાન્ડ વધી છે. પરિણામે રાજકોટના લીંબુની નિકાસ દિલ્હી અને અન્ય રાજ્યોમાં વધી છે.

લીંબુની નિકાસ દિલ્હી સુધી કરવાની હોય સારી ગુણવત્તાવાળા લીંબુ યાર્ડમાં ઝડપથી ખપી જાય છે. જો કે સૌરાષ્ટ્રમાં પિયતની પૂરતી સુવિધાને કારણે આ વખતે લીંબુનો પાક સારો આવ્યો છે. પરંતુ સામે ડિમાન્ડ વધુ હોવાથી આવક ઓછી પડી રહી છે. કોરોના બાદ લોકો વિટામિન સી આપતા શાકભાજી અને ફળોનો વપરાશ લોકોએ વધાર્યો છે.જેમાં સૌથી વધુ લીંબુનો વપરાશ થાય છે. આ સિવાય હાલ ઉનાળાની સિઝન શરૂ થઈ હોવાથી ઠંડા પીણાના ધંધાર્થીઓ પણ મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો