તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌરાષ્ટ્રના લેટેસ્ટ ન્યૂઝ:મોરબીમાં કારખાનામાં ઈલેક્ટ્રિક શોટ લાગતા યુવાનનું મોત, મહુવાના કળસારમાં કારમાં આગ લાગી, હરિપરમાં ખેતરમાંથી ઢોર બહાર કાઢવાનું કહીં ખેડૂત પર હુમલો

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
કળસારમાં કારમાં આગ લાગતા દોડધામ - Divya Bhaskar
કળસારમાં કારમાં આગ લાગતા દોડધામ

1. મોરબીમાં કારખાનામાં ઈલેક્ટ્રિક શોટ લાગતા યુવાનનું મોત
મોરબીના નીંચી માંડલ નજીક આવેલ કારખાનમાં જતા યુવાનને ઇલેક્ટ્રિક શોટ લગતા તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મોરબીના શોભેસ્વર રોડ પર રહેતા અને મૂળ જામનગર જીલ્લાના વતની હાર્દિક હેંમતભાઈ જોગલ (ઉં.વ.20)ને નીંચી માંડલ નજીક આવેલ નીલકંઠ કારખાનામાં કામ કરતી વેળાએ ઇલેકટ્રીક શોટ લાગતા તેનું મોત નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

2. મહુવાના કળસાર ગામે પેટ્રોલ પુરાવવા આવેલી કારમાં આગ લાગતા નાસભાગ, કોઈ જાનહાની નહીં
મહુવાના કળસાર ગામે પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવા આવેલી કારમાં અચાનક આગ લાગી હતી અને જોતજોતામાં આગમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી. દિવાળીના તહેવારને સગા સંબંધીઓને ત્યાં જવા માટે મહુવાના કળસાર ગામે આવેલ પેટ્રોલ પંપ પર મારૂતિ-800 કારમાં પેટ્રોલ પુરાવા ગઈ હતી. આ દરમિયાન અચાનક કારમાં આગ લાગતા કારમાં સવાર લોકો ઝડપભેર કારમાંથી બહાર નીકળી ગયા હતા અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. કાર ભડભડ સળગવા લાગી હતી. જેને લઇને નાસભાગ મચી હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. બીજી તરફ જૂનાગઢમાં ST વર્કશોપમાં સ્ક્રેપ યાર્ડમાં પડેલા એર ફિલ્ટરમાં આગ લાગી હતી. જેથી ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગ સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીધી હતી.

3. ખંભાળીયામાં ક્રિકેટના જુગારમાં 15 હજાર લેનાર પોલીસ જમાદાર અને મદદગાર જેલ હવાલે
ખંભાળીયામાં તાજેતરમાં ડી સ્ટાફના જમાદાર યોગેન્દ્રસિંહ રાઠોડ આઇ.પી.એલ.ના ક્રિકેટ મેચના જુગારમાં રહેમદીલી રાખવા માટે પોતે અને તેના સાગરીત દેવ જોશીની ACBએ ધરપકડ કરી હતી. બાદમાં રાજકોટ ACB દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. આ બન્ને આરોપીઓને ખંભાળીયા મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરીને 5 દિવસની રિમાન્ડ માટે મંગાતા રિમાન્ડ નામંજૂર થતાં જેલ હવાલે કરાયા છે. જો કે તપાસમાં આરોપીએ ફોનમાં બે અન્ય પોલીસ કર્મીઓના નામો લીધા હતા. જેથી તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

4. પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકીએ જન્મદિવસે 2 એમ્બ્યુલન્સની ભેટ આપી
આજે દિવાળીનું પાવન પર્વ છે અને પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકીનો આજે 57મો જન્મદિવસ છે. આ પ્રસંગે હિરા સોલંકીએ રાજુલા અને જાફરાબાદના લોકો માટે 2 એમ્બ્યુલન્સ ભેટ આપી હતી. હિરા સોલંકી દ્વારા પોતાના જન્મદિવસ નિમિત્તે રાજુલા અને જાફરાબાદની જનતાને એમ્બ્યુલન્સ ભેટ આપવામાં આવતા આ વિસ્તારમાં આનંદની લાગણી છવાઈ છે. આજે દિવાળીના દિવસે યોજાયેલા એક કાર્યક્રમમાં રાજુલાના કેસરીનંદન હનુમાનજી મંદિરના મહંત સનાતન ગીરી બાપુના હસ્તે એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી.

5. રાજકોટના સરધારના હરિપરમાં ખેતરમાંથી ઢોર બહાર કાઢવાનું કહીં ખેડૂત પર હુમલો
રાજકોટના સરધારના હરિપર ગામે રહેતાં રવજીભાઇ પ્રેમજીભાઇ ચાવડા (ઉં.વ.33) પોતાની દડવા રોડ પરની વાડીએ હતાં. ત્યારે ગામના જ સતિષ રાતડીયા તથા તેના પુત્રો જીતેશ, લાલજી અને કાનજીએ જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી લાકડાના ધોકાથી માર મારતા રવજીભાઈ ઇજાગ્રસ્ત થયા હતા. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રવજીભાઇની ફરિયાદ પરથી સતિષ અને તેના પુત્રો વિરૂદ્ધ IPC 323, 114 અને એટ્રોસિટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રવજીભાઇના કહેવા મુજબ તેણે ખેતરમાં કપાસ, જાર, ચણા વાવ્યા છે. ઉભા મોલમાં સતિષ રાતડીયા અને તેના પુત્રો પોતાના ઢોર છુટા મુકતાં હોઇ તેને ઢોર બહાર કાઢવાનું કહેતાં અપમાનિત કરી હુમલો કર્યો હતો. અવાર-નવાર આ લોકો જાહેરમાં હડધુત કરતાં હોવાનો આરોપ પણ ફરિયાદીએ કર્યો છે.

6. ગોંડલ ભગવતપરામાં રૂપિયા 22 હજારની રદ્દ કરાયેલ નોટ સાથે એક શખ્સ ઝડપાયો
ગોંડલ સિટી પોલીસે ભગવતપરા માં રહેતા નરેશ રાજુભાઈ સિંધવ પાસેથી ભારત સરકાર દ્વારા રદ્દ કરવામાં આવેલી રૂ. 1000 તથા રૂ. 500ની કુલ રૂપિયા 22 હજારની નોટ પકડી પાડી હતી અને ધ સ્પેસિફાઈડ બેંક નોટિસ સેશન્સ ઓફ લાયાબિલિટીની કલમ 4-5 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી
પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી

7. રાજકોટ પોલીસે પોણા 2 લાખના દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો
રાજકોટમાં યુનિવર્સિટી પોલીસે સાધુ વાસવાણી રોડ પરના એ ફલેટમાં દરોડો પાડી મુળ યુપીના અને ડ્રાઇવિંગ કરતાં જાટ શખ્સને પોણા 2 લાખના દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીએ ફ્લેટમાં કબાટ અને પેટી પલંગમાં દારૂ-બીયરનો જથ્થો સંતાડીને રાખ્યો હતો. યુપી તરફ ગાડી લઇને ગયો ત્યારે ત્યાંથી દિવાળીમાં કમાઇ લેવાના ઇરાદે દારૂ ભરીને લાવ્યો હતો. પણ વેંચે એ પહેલા પોલીસે દબોચી લીધો હતો.

8. પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે અમુક રોમિયોને જાહેરમાં કાયદાનું ભાન કરાવ્યું
રાજકોટના શહેરીજનો દિવાળીનો તહેવાર આનંદ ઉલ્લાસથી ઉજવી શકે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર પોલીસ સતત સજાગ છે. ત્યારે પોલીસ દ્વારા ગત રાત્રે 676 જેટલા વાહનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું હોટેલ, ઢાબા, મુસાફરખાના, ધર્મશળાા મળી 73 સ્થળોએ ચેકીંગ થયું હતું. 32 ફાર્મ હાઉસ અને 13 નાસતા ફરતા શખ્સો અંગે તપાસ કરી હતી. જામીન પર છુટેલા 14 શખ્સોને પણ ચેક કરાયા હતાં. સાથે જ પોલીસે ભીડભાડવાળી જગ્યાએ મહિલાઓ સુરક્ષિત રહે તે માટે થઇને રોમીયોગીરી કરનારાઓને પણ પાઠ ભણાવાયો હતો. આ કામગીરીમાં ક્રાઇમ બ્રાંચ તથા હેડકવાર્ટરમાં તાલિમ લઇ રહેલી લોકરક્ષક મહિલાઓની 9 ટીમો બનાવી તપાસ કરાઇ હતી અને અમુક રોમિયોને જાહેરમાં કાયદાનું ભાન કરાવ્યું હતું.

પોલીસે મૂળ માલિકને ચેક પરત આપ્યો
પોલીસે મૂળ માલિકને ચેક પરત આપ્યો

9. રાણાવાવ પોલીસે સહી કરેલા કોરા ચેક મૂળ માલિકને પહોંચાડીને પ્રમાણિકતા દાખવી
પોરબંદર જિલ્લામાં દિવાળીના તહેવારો નિમિત્તે પોરબંદર પોલીસ રાણાવાવ બજાર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં. તે દરમિયાન પોલીસ કોન્સ. મેરામણભાઈ ભીમશીભાઈને ખાતાધારકની સહી કરેલ રકમ ભર્યા વગરના બે બ્લેન્ક ચેક તથા આધારકાર્ડની ઝેરોક્ષ નકલ મળી આવ્યા હતા. જેથી રાણાવાવ પોલીસ સ્ટાફ દ્વારા ખાતા ધારકની શોધખોળ કરી મૂળ માલિક શૈલેષભાઈ છગનભાઈ પુરોહિતને બ્લેન્ક ચેક પરત સોંપવામાં આવ્યાં હતા. જેથી શૈલેષભાઈએ પોલીસનો આભાર માન્યો હતો.

મંદિરમાં આરતી કરવાની પરવાનગી આપવા રજુઆત કરાઈ
મંદિરમાં આરતી કરવાની પરવાનગી આપવા રજુઆત કરાઈ

10. પોરબંદરમાં સુદામા મંદિરનો મેઇન ગેઇટ ખોલવા રજૂઆત
પોરબંદરમાં સુદામાં ચોકમાં સુદામાનું મંદિર લોકડાઉન થયું ત્યારથી લગભગ તેનો મેઇન ગેટ બંધ જ છે અને તે મંદિરની અંદર શંકરનું મંદિર આવેલું છે. તે પણ બંધ જ છે. મંદિરમાં આરતી પણ કરવામાં આવતી નથી. જેથી ગુજરાત જન ચેતના પાર્ટીએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી સુદામા મંદિરનો મેઇન ગેટ ખોલવા અને મંદિરમાં આરતી કરવાની પરવાનગી આપવા માટે રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો