તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જન્માષ્ટીના રંગે રાજકોટ રંગાયું:સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો બીજા વર્ષે રદ, 2 વર્ષ પહેલા યોજાયેલા મેળામાં મોતના કૂવાથી માંડી ચકડોળની મજા લેતા લોકોની જુઓ તસવીરો

રાજકોટ19 દિવસ પહેલા
લોકમેળાની અસલી મજા તો રાત્રે જ હોય છે.
  • લોકમેળામાં જુદી-જુદી રાઇડ્સમાં બેસવાથી લઇ આઈસ્ક્રિમ, ચટાકેદાર વાનગી ખાવાની મજા અને આનંદ કંઇક અલગ હોય છે

સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના પર્વનું અનેરૂ મહત્વ છે. સાતમ-આઠમ આવે એટલે રાજકોટીયન્સમાં થનગનાટ આવી જાયા છે. પરંતુ અસલી મજા તો સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળામાં આવતી હોય છે. પરંતુ કોરોનાની મહામારીને કારણે સતત બીજા વર્ષે પણ લોકમેળો રદ કરવામાં આવ્યો છે. મેળો રદ થયો પરંતુ રાજકોટીયન્સે સાતમ-આઠમના તહેવારની ઉજવણી શરૂ કરી દીધી છે. ત્યારે દિવ્ય ભાસ્કર બે વર્ષ પહેલા એટલે કે 2019માં યોજાયેલા લોકમેળામાં કેવો માહોલ હતો તે આપના સુધી પહોંચાડ્યો છે. 2019માં યોજાયેલા લોકમેળામાં મોતના કૂવાથી માંડી ચકડોળની મજા લેતા લોકોની તસવીરો અહીં પ્રસ્તુત કરી છે.

જીવના જોખમે યુવક-યુવતીઓ મોતના કૂવામાં કાર ચલાવી લોકોને મંનોરંજન પુરૂ પાડે.
જીવના જોખમે યુવક-યુવતીઓ મોતના કૂવામાં કાર ચલાવી લોકોને મંનોરંજન પુરૂ પાડે.

લોકમેળા વિના જન્માષ્ટમીનો તહેવાર અધૂરો
કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે સતત બીજા વર્ષે લોકમેળો તેમજ ખાનગી મેળા રદ થતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓ માટે આ તહેવાર અધૂરો માનવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, લોકમેળામાં ચકડોળ સહિત જુદી-જુદી રાઇડમાં બેસવાથી લઇ આઈસ્ક્રિમ, ચટાકેદાર વાનગી ખાવાની મજા અને આનંદ કંઇક અલગ હોય છે. જેની મજા નાના બાળકોથી માંડી વૃદ્ધો સૌ કોઈ લેતા હોય છે. આ સાથે સૌથી અલગ અને હૃદયના ધબકારા થંભાવી દે તેવો મોતનો કૂવો કેમ ભૂલી શકાય. જેમાં મોટર સાઇકલ અને મોટર કાર ચલાવી યુવક-યુવતીઓ વિવિધકરતબો કરી લોકોના દિલ જીતી લે છે અને મનોરંજન પૂરું પાડે છે.

લોકોમેળાની રંગત માણતા લોકો.
લોકોમેળાની રંગત માણતા લોકો.

નાગપાંચમથી જન્માષ્ટમીના તહેવારો શરૂ
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આવતા સાતમ-આઠમના પર્વનું સૌરાષ્ટ્રમાં અનેરું મહત્વ છે. શુક્રવારે પ્રકૃતિમાં રહેલી જીવસૃષ્ટિને ત્રાસ આપવાને બદલે તેનો સ્વીકાર કરીને સન્માન કરવાનો પર્વ નાગપાંચમથી જન્માષ્ટમીના તહેવારો શરૂ થઇ જાય છે જે દસમ સુધી ચાલે છે. ગઈકાલે શનિવારના રોજ રાંધણ છઠ્ઠ તેના નામ મુજબ ખાસ કરીને મહિલાઓ દ્વારા ઉજવાતો પર્વ છે. જ્યારે એક-બે અઠવાડિયા ચાલે એટલું ફરસાણ જેમ કે સુવાળી, સક્કરપારા, ઘુઘરા, ગાંઠિયા, ચેવડો, મેસુબ, મોહનથાળ, ટોપરાપાક વગેરે વાનગી ઘરે બનાવવામાં આવી હતી. આ પરંપરા આજે પણ જળવાય છે.

વિવિધ રાઇડ્સ મજા લેવાની મોજ અલગ હોય છે.
વિવિધ રાઇડ્સ મજા લેવાની મોજ અલગ હોય છે.

રાત્રિ કર્ફ્યૂનો સમય એક 1 વાગ્યાનો કરાયો
આજે રવિવારે સાતમનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. જેમાં મહિલાઓને એક દિવસ રસોઈમાં નિરાંત મળે તે રીતે આગલી રાત્રે બનાવેલું ચણાનું શાક, થેપલા આજના દિવસે ખાવાની પરંપરા છે. અંતમાં આવતીકાલે સોમવારના રોજ કૃષ્ણ જન્મોત્સવ ઘરે ઘરે રાત્રે 12 વાગ્યે ઉજવવામાં આવશે. સરકારે 30 ઓગસ્ટના જન્માષ્ટમીના દિવસે કર્ફ્યૂની રાત્રિના 1 વાગ્યા સુધી છૂટ આપતા રાજકોટમાં બહુમાળી ભવન ચોકમાં માલધારી સમાજ દ્વારા ફટાકડા ફોડીને નિર્ણયને વધાવાયો હતો. જ્યારે વિશ્વ હિન્દુ પરિષદે પરંપરાગત શોભાયાત્રા યોજવા નિયંત્રણોને આધિન તૈયારીઓ શરૂ કરી દીધી છે.

પાંચ દિવસ સુધી મેળો ચાલે.
પાંચ દિવસ સુધી મેળો ચાલે.

રાજકોટમાં મિની વેકેશનનો માહોલ
સૌરાષ્ટ્રમાં માર્કેટ યાર્ડ, સ્કૂલ-કોલેજો, મહાપાલિકા, જિલ્લા પંચાયત સહિત સરકારી કચેરીઓ, બેન્કોમાં મિની વેકેશન શનિવારથી શરૂ થઈ ચૂક્યું છે. બીજો શનિવાર તા. 28, 29 અને 30 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીની સળંગ ત્રણ દિવસની રજા છે. આ ઉપરાંત કામથી દૂર રહેવા ઈચ્છુક કર્મચારીઓએ આગળ પાછળની રજા પણ મૂકી દીધી હોય બુધવાર સુધી રજાનો માહોલ જોવા મળશે.

રાત્રે મેળાનો અલગ જ નજારો હોય છે.
રાત્રે મેળાનો અલગ જ નજારો હોય છે.
મેળામાં રાઇડ્સમાં બેસી લોકો આનંદ અનુભવતા હોય છે.
મેળામાં રાઇડ્સમાં બેસી લોકો આનંદ અનુભવતા હોય છે.
રાત્રિ મેળાનો આકાશી નજારો.
રાત્રિ મેળાનો આકાશી નજારો.
પરિવાર સાથે લોકો સેલ્ફી લેવાનું ચૂકતા નથી.
પરિવાર સાથે લોકો સેલ્ફી લેવાનું ચૂકતા નથી.
લોકમેળાનો આકાશી નજારો.
લોકમેળાનો આકાશી નજારો.
લોકમેળામાં હૈયું હૈયું દળાતું જોવા મળતું.
લોકમેળામાં હૈયું હૈયું દળાતું જોવા મળતું.
દિવસ કરતા રાત્રે જનમેદની ઉમટી પડતી.
દિવસ કરતા રાત્રે જનમેદની ઉમટી પડતી.
અન્ય સમાચારો પણ છે...