એક્સક્લૂઝિવ:સૌરાષ્ટ્રના ધરતીપુત્રો દિલ્હીના ખેડૂત આંદોલનમાં, લંગરમાં આપે છે સેવા, કહ્યું- અહીં ધનિકો પગ દબાવવા આવે છે, છ મહિના આંદોલન ચાલે તોપણ વાંધો નહીં આવે

રાજકોટ2 વર્ષ પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • કૉપી લિંક
રાજકોટના ખેડૂત સૂરજભાઈ ડેર(બ્લુ શર્ટમાં), નિખિલ સવાણી(બ્લુ કલરની પાઘડીમાં), વિશ્વનાથસિંહ વાઘેલા-સુરત (પીળી પાઘડીમાં), દ્વારકાના ખેડૂત મુકેશભાઈ કરમુર (બ્લુ કલરના શર્ટ પર બ્લેક કલરનું જેકેટ પહેર્યું તે) અને બાકીના અમદાવાદના ખેડૂત મિત્રો. - Divya Bhaskar
રાજકોટના ખેડૂત સૂરજભાઈ ડેર(બ્લુ શર્ટમાં), નિખિલ સવાણી(બ્લુ કલરની પાઘડીમાં), વિશ્વનાથસિંહ વાઘેલા-સુરત (પીળી પાઘડીમાં), દ્વારકાના ખેડૂત મુકેશભાઈ કરમુર (બ્લુ કલરના શર્ટ પર બ્લેક કલરનું જેકેટ પહેર્યું તે) અને બાકીના અમદાવાદના ખેડૂત મિત્રો.
  • DivyaBhaskar સાથેની વાતચીતમાં રાજકોટના ખેડૂતે કહ્યું- એરપોર્ટ પર હતો ત્યારે મને ક્રાઇમ બ્રાન્ચમાંથી ફોન આવ્યો હતો કે તમે ક્યાં જાઓ છો?
  • આખા પરિવાર સાથે જિંદગીમાં આવું પહેલું આંદોલન જોયાનો એકરાર, પંજાબના લોકો ખેતીને ખૂબ માન આપે છે અને મરી ફીટવા પણ તૈયાર
  • મોરબી જિલ્લાના ખેડૂતો પહેલા કચ્છ પહોંચ્યા અને પારિવારિક કામના બહાને ટ્રેનમાં બેસી દિલ્હી ખેડૂત આંદોલનમાં પહોંચ્યા હતા

સરકારના કૃષિ બિલના વિરોધમાં દિલ્હી સિંધુ બોર્ડર પર ખેડૂત આંદોલનનો આજે 19મો દિવસ છે. પંજાબ-હરિયાણાથી મોટી સંખ્યામાં ખેડૂતો અહીં ઊમટી પડ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાંથી ગયેલા બે ખેડૂતે DivyaBhaskar સાથે ખાસ વાતચીત કરી આંદોલનનો માહોલ અને ત્યાંની વ્યવસ્થા વિશે જણાવ્યું છે. રાજકોટના સૂરજભાઈ ડેર અને દ્વારકાથી મુકેશભાઈ કરમુર નામના બે ખેડૂત પણ બે દિવસથી ખેડૂત આંદોલનમાં જોડાયા છે. મુકેશભાઈએ જણાવ્યું હતું કે આખા પરિવાર સાથેનું આ મેં મારી જિંદગીમાં પહેલું આંદોલન જોયું છે. મોટા માણસો (પૈસાવાળા) અહીં પગ દબાવવા આવે છે અને વોશિંગ મશીન સહિતની સુવિધા અહીં પૂરી પાડવામાં આવે છે. અહીંના ખેડૂતોની ત્યાં સુધીની તૈયારી છે કે છ મહિના આંદોલન ચલાવવું પડે તો પણ તેઓ ટસના મસ નહીં થાય.

ખેડૂત આંદોલનમાં ટ્રેક્ટરમાં જ રહેવા-જમવા અને સૂવાની વ્યવસ્થા.
ખેડૂત આંદોલનમાં ટ્રેક્ટરમાં જ રહેવા-જમવા અને સૂવાની વ્યવસ્થા.

‘કાયદો રદ કરવાના અડગ ઈરાદા સાથે જ ખેડૂતો અહીં આવ્યા છે’
દિલ્હી ગયેલા રાજકોટના સૂરજભાઈ ડેર નામના ખેડૂતે જણાવ્યું હતું કે હું સિંધુ બોર્ડરના લંગરમાં છું. અહીં આવવામાં કોઈ તકલીફ પડી નહોતી. હું એરપોર્ટ પર બેઠો હતો ત્યારે મને ક્રાઈમ બ્રાન્ચમાંથી ફોન આવ્યો હતો કે તમે ક્યાં જાઓ છો? બે દિવસથી હું આંદોલનમાં જોડાયો છું. પંજાબના લોકો ખેતીને એટલું માન આપે છે કે કાયદો રદ કરવા માટે છ મહિના કે એક વર્ષ બેસી રહેવું પડે તો ભલે રહેવું પડે તેવા મક્કમ સાથે બેઠા છે. અહીં કોરોનાકાળ ચાલી રહ્યો છે છતાં બાળકોથી લઈ મોટી ઉંમરના ખેડૂતો પરિવાર સાથે આવી ગયા છે.

આ પણ વાંચોઃ ખેડૂત આંદોલનમાં જોડાય એ પહેલા જ રાજકોટના કોંગ્રેસના આગેવાનો નજરકેદ, કોંગી નેતાએ કહ્યું- ખેડૂતો પર માનસિક ત્રાસ આપવામાં સરકારે કંઈ બાકી રાખ્યું નથી

ગુજરાતથી જોડાયેલા ખેડૂતો સાથે પંજાબના ખેડૂતો.
ગુજરાતથી જોડાયેલા ખેડૂતો સાથે પંજાબના ખેડૂતો.

ટ્રેક્ટરમાં જ સૂવાથી માંડી રહેવા-જમવાની વ્યવસ્થા
પંજાબથી ખેડૂતો ટ્રેક્ટર લઈને આવી ગયા છે. ટ્રેક્ટરમાં જ સૂવાથી માંડી રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અહીં કંઈ ઘટતું નથી. સેવા દેવાવાળા વોલન્ટિયરો પણ ખડેપગે છે. વોશિંગ મશીન આવી ગયાં છે અને કપડાં આપો એટલે એ ધોવાઈ જાય છે. અમુક લોકો સ્પેશિયલ પગ દબાવી દે છે. અહીં મોટા માણસો સેવા દેવા આવે છે. મોટા નિર્ણય લેવા પછી તેની પરિષદો ટ્રેક્ટરની અંદર જ નાની-નાની ટીમ બનાવીને યોજાય છે. કોંગ્રેસના આગેવાન નિખિલ સવાણીએ જણાવ્યું હતું કે, ખેડૂતો માત્ર ત્રણ કાળા કાયદાને રદ કરવા માટે જ અહીં આવ્યા છે. આ ત્રણ કાળા કાયદા ખેડૂતોને બરબાદ કરશે.

દિલ્હીની સિંધુ બોર્ડર પર આજે ખેડૂત આંદોલનનો 19મો દિવસ છે.
દિલ્હીની સિંધુ બોર્ડર પર આજે ખેડૂત આંદોલનનો 19મો દિવસ છે.

અહીં પહોંચી ગયા પછી સરકારી અધિકારીઓના ફોન ચાલુ થયા
દ્વારકાના ખેડૂત અને યુથ કોંગ્રેસના પ્રમુખ મુકેશ કરમુરે જણાવ્યું હતું કે આ પહેલું આંદોલન છે કે જેમાં અમારો આખો પરિવાર જોડાયો છે. આંદોલન થતું હોય, પણ આખો પરિવાર જોડાયો હોય તેવું આ પહેલું આંદોલન જોયું છે મેં. અમે ચારથી પાંચ દિવસ સુધી રોકાવાના છીએ. હું અહીં પહોંચી ગયા પછી બધા સરકારી અધિકારીઓના ફોન ચાલુ થયા હતા કે તમે ક્યારે આવશો, અમે તમારી રાહ જોઈએ છીએ.

સૌરાષ્ટ્રથી ગયેલા ખેડૂતો હજુ ચાર-પાંચ દિવસ રોકાશે.
સૌરાષ્ટ્રથી ગયેલા ખેડૂતો હજુ ચાર-પાંચ દિવસ રોકાશે.

પોલીસને થાપ આપી ગુજરાતના 200 ખેડૂત દિલ્હી પહોંચ્યાની ચર્ચા
ગુજરાતના ખેડૂતો દિલ્હી ખેડૂત આંદોલનમાં ન જઈ શકે એ માટે સૌરાષ્ટ્રમાં ખેડૂત આગેવાનોને પોલીસે નજરકેદ કરીને રાખ્યા છે, આથી ખેડૂતો ધરપકડના ડરથી વેશપલટો કરી દિલ્હી પહોંચી રહ્યાનું જાણવા મળ્યું છે. ગુજરાતના 200થી વધુ ખેડૂત પોલીસને થાપ આપી દિલ્હી પહોંચી ગયાની ચર્ચા પણ લોકોમાં થઈ રહી છે. સૌરાષ્ટ્રમાં 20થી વધુ ખેડૂત નેતાઓને તેમના નિવાસસ્થાને પોલીસે નજરકેદ કર્યા છે.

ખેડૂત આંદોલનનો માહોલ.
ખેડૂત આંદોલનનો માહોલ.

સરકારે કૃષિ વિરોધી કાયદો પાછો ખેંચવો પડશેઃ ખેડૂત
ખેડૂત અને કોંગ્રેસના યુવા નેતા સુરજભાઈ ડેરે જણાવ્યુ હતુ આ અહંકારી ભાજપ સરકાર ખેડૂત વિરોધી કાયદો લાવી ખેડૂતોને હજુ કેટલાક પાયમાલ કરવા માંગે છે? આ કૃષિના વિરોધમાં પંજાબ-હરીયાણાના ખેડુતો દ્રારા માત્ર 9700થી વધુ ટ્રેકટરમાં ટેન્ટ નાખી લાખો ખેડૂતો રોડ પર પોતાનો વિરોધ તડકો-ઠંડી જોયા વગર પોતાના હક્ક-અધિકારની લડાઈ કરી રહ્યાં છે. અહીંયા સિંધુ બોર્ડર પરનો નજારો જોયા પછી ખ્યાલ આવે કે આ ખેડૂતોની જાગૃતી અને એકતાને સો સો સલામ કરવા પડે. અહીંયાની પરિસ્થિતિ જોતા એવુ લાગે છે કે હજુ અનેક રાજ્યોમાંથી વધુ ખેડૂતો આ આંદોલનમા જોડાશે અને નિશ્ચિતપણે સરકારે આ કૃષિ વિરોધી કાળો કાયદો પરત ખેચવો પડશે.

મોરબી જિલ્લાના ખેડૂતો દિલ્હી ખેડૂત આંદોલનમાં જોડાયા
મોરબી જિલ્લાના ખેડૂતો દિલ્હી ખેડૂત આંદોલનમાં જોડાયા

મોરબીના ખેડૂતો પારિવારિક કામનું બહાનું આપી દિલ્હી પહોંચ્યા
મોરબી જિલ્લામાં ખેડૂતો અલગ અલગ વાહનોમાં દિલ્હી જઈ રહ્યા છે. માળીયા તાલુકાના કાસમભાઈ સુમરાએ જણાવ્યું હતું કે તેઓના 7 મિત્રો અલગ અલગ જિલ્લામાંથી દિલ્હી જવા રવાના થયા હતા. જેમાં તેઓ મોરબીથી દિલ્હી જવાને બદલે કચ્છ પહોંચ્યા હતા. ત્યાંથી પારિવારિક કામના નામે ટ્રેનમાં ગયા હતા. રસ્તામાં અલગ અલગ જગ્યાએ ચેકિંગ કરવામાં આવે છે અને જો ખેડૂત આંદોલનમાં જતા પકડાય તો ત્યાંથી પકડી ડિટેઈન કરી લેવામાં આવે છે. તેઓ પરિવારિક કામનું બહાનું આપી નીકળી ગયા હતા અને હરિયાણા પહોચ્યાં હતા. ત્યાંથી બાય રોડ આંદોલનવાળી જગ્યાએ પહોંચ્યા હતા. અહીં 11 કિમી સુધી ટ્રેક્ટરોની કતાર છે અને રસ્તાઓ બંધ કરી દેવાયા છે. અહીં માત્ર ખેડૂતોની છાવણીઓ જ છે. જેમાં રહેવા-જમવાની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.

દિલ્હીના સિંધુ બોર્ડર પર ખેડૂતોએ રસ્તા પર નાખેલો પડાવ
દિલ્હીના સિંધુ બોર્ડર પર ખેડૂતોએ રસ્તા પર નાખેલો પડાવ
રસોઈ બનાવવામાં ગુજરાતી ખેડૂતો પણ મદદ કરી રહ્યાં છે.
રસોઈ બનાવવામાં ગુજરાતી ખેડૂતો પણ મદદ કરી રહ્યાં છે.
અન્ય સમાચારો પણ છે...