તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંદિરો અસુરક્ષિત બન્યા:સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ ઘેલા સોમનાથ મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું, રૂ.32 હજાર ભરેલી દાનપેટી ઉપાડી ગયા, ડોગ સ્ક્વોડની મદદ લેવાઇ

જસદણ2 મહિનો પહેલા
ચોરાયેલી દાનપેટી મંદિરના કેમ્પસમાંથી જ તૂટેલી હાલતમાં ખાલી મળી આવી.
  • મંદિરમાં મુકેલા સીસીટીવી કેમેરા પણ છેલ્લા 6 મહિનાથી બંધ હોવાથી પોલીસ તંત્ર ધંધે લાગ્યું
  • ચોરાયેલી દાનપેટી મંદિરના કેમ્પસમાં આવેલા ભોજનાલયની પાછળની ગેલેરીમાંથી મળી આવી હતી

જસદણ નજીકના સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવનું મહત્વ અને માહત્મ્ય સોમનાથ જ્યોતિર્લિંગ જેટલું જ અનન્ય છે. જેના કારણે હજારો ભાવિકો ઘેલા સોમનાથ મહાદેવના દર્શન અર્થે આવતા હોય છે અને શિવલિંગ પર ઓટોમેટિક જળાભિષેક કરવા માટે રાખેલી દાનપેટીમાં રૂપિયા નાંખી જળાભિષેક કરી ધન્યતા અનુભવતા હોય છે. ત્યારે ગત મોડી રાત્રિના કોઈ અજાણ્યા તસ્કરોએ ઘેલા સોમનાથ મંદિરને નિશાન બનાવી મંદિરના ગર્ભગૃહમાં રાખેલી જળાભિષેકની દાનપેટી ઉપાડી જઈ રૂ.32 હજારની ચોરી કરી ચોરેલી દાનપેટીને મંદિરના કેમ્પસમાં મૂકી નાસી જતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. આ ચોરીના બનાવમાં જસદણના નાયબ મામલતદાર અને ઘેલા સોમનાથ મંદિરના વહીવટદાર દ્વારા જસદણ પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ચોરીના બનાવમાં ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી છે. પરંતુ તસ્કરોના કોઈ સગડ મળ્યા નથી.

તસ્કરો દાનપેટીનો લોક તોડી 32 હજાર જેટલી રકમ લઈ નાસી છૂટ્યા
જસદણના નાયબ મામલતદાર અને ઘેલા સોમનાથ મંદિરના વહીવટદાર ભગીરથભાઈ હિંમતભાઈ કાછડીયા(ઉ.વ.29) એ જસદણ પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ રૂ.32 હજારની ચોરીનો ગુનો નોંધાવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે તેઓ ગુરૂવારે વહેલી સવારે 6 વાગ્યે પોતાના ઘેર બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામે હતા. ત્યારે સવારના 6 વાગ્યે મંદિરમાં માનદસેવા આપતા મનુભાઈ શીલુએ ટેલિફોનિક જાણ કરી કે મંદિરના ગર્ભગૃહમાં રાખેલી જળાભિષેકની દાનપેટી ગાયબ છે તેવું જણાવતા તાત્કાલિક મંદિર ખાતે દોડી આવી તપાસ કરતા દાનપેટીની ચોરી થઈ ગઈ હોવાનું બહાર આવ્યું હતું. જેથી જસદણ મામલતદાર અને જસદણ પોલીસને જાણ કરતા કાફલો તાત્કાલિક મંદિર ખાતે દોડી આવ્યો હતો અને તપાસ કરતા તસ્કરોએ ચોરેલી દાનપેટી મંદિરના કેમ્પસમાં આવેલ ભોજનાલયના પાછળના ભાગે આવેલી ગેલેરીમાં પડેલી હતી. જેથી તે દાનપેટીની તપાસ કરતા તેમાં રહેલી આશરે રૂ.32,000 જેટલી રકમ ગાયબ હતી અને દાનપેટીનો લોક પણ તૂટેલી હાલતમાં હતો.

દાનપેટી તૂટેલી હાલતમાં મંદિરના કેમ્પસમાંથી જ મળી આવી.
દાનપેટી તૂટેલી હાલતમાં મંદિરના કેમ્પસમાંથી જ મળી આવી.

મંદિરના સીસીટીવી કેમેરા 6 મહિનાથી બંધ
ઘેલા સોમનાથ મંદિરના અધ્યક્ષ તરીકે રાજકોટ કલેક્ટર છે અને ઉપાધ્યક્ષ તરીકે જસદણ પ્રાંત અધિકારી છે તેમજ સભ્ય સચિવ તરીકે જસદણ મામલતદાર સંચાલન કરી રહ્યાં છે. પરંતુ સરકારી તંત્રની લાપરવાહીના લીધે મંદિરના ગર્ભગૃહમાં રાખવામાં આવેલા સીસીટીવી કેમેરા પણ સામાન્ય રીપેરિંગના અભાવે બંધ હાલતમાં પડ્યા હતા. જેના કારણે પોલીસ તંત્રને દાનપેટીની ચોરી કરનાર અજાણ્યા તસ્કરોને પકડી પાડવા માટે પડકારરૂપ બની ગયું હતું.

મંદિરમાં કામ કરતા લોકોની પોલીસે પૂછપરછ કરી.
મંદિરમાં કામ કરતા લોકોની પોલીસે પૂછપરછ કરી.

ચોકીદાર ગેટે ચોકી કરતો રહ્યો ને તસ્કરો ભોજનાલયની દીવાલ ટપી ચોરી કરી ગયા
આ ચોરીની ઘટના બની ત્યારે મંદિરના ચોકીદાર ગેટે ચોકી કરતા હોવાનું અને અજાણ્યા તસ્કરો ભોજનાલયની દીવાલ ટપીને દાનપેટીની ચોરી કરી તેમાં રહેલા આશરે રૂ.32 હજાર ઉપાડી જઈ નાસી ગયા હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી હતી. જોકે પોલીસે મંદિરમાં નોકરી કરતા અને સેવા આપતા તમામ લોકોની પૂછપરછ કરી ડોગ સ્ક્વોડની મદદથી આગળની તજવીજ હાથ ધરી હતી.

ડોગ સ્ક્વોડથી તપાસ શરૂ કરાઇ
ડોગ સ્ક્વોડથી તપાસ શરૂ કરાઇ

આ ઘટનાની તપાસ ચાલુ છે: નાયબ કલેકટર
જસદણના નાયબ કલેક્ટર દીપેશ કેડીયાએ જણાવ્યું હતું કે, ઘેલા સોમનાથ મંદિરમાં આજે વહેલી સવારે દાનપેટીની ચોરીની ઘટના બની છે. તેની તપાસ ચાલુ છે અને પોલીસ ફરિયાદ પણ દાખલ કરી દેવામાં આવી છે.

(દિપક રવિયા- જસદણ)

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો