આર્થિક સંકટ:સૌરાષ્ટ્રનો શ્રીલંકા સાથેનો સીધો વેપાર બંધ, રૂ.200 કરોડથી વધુ રકમના નાણાં નિકાસકારોના ફસાયા

રાજકોટ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સૌરાષ્ટ્રમાં બનતી ઓટોમોબાઈલ, હાર્ડવેરની પ્રોડક્ટ એક્સપોર્ટ થાય છે
  • યુદ્ધના કારણે યુક્રેન બાદ હવે 20 દિવસથી શ્રીલંકા સાથેનો સૌરાષ્ટ્રનો સીધો વેપાર અટકી ગયો

આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકા સાથેના સૌરાષ્ટ્રના વેપાર પર અસર જોવા મળી રહી છે. રાજકોટ અને સૌરાષ્ટ્રમાં બનતી હાર્ડવેર, એફ.એમ.સી.જી. ઓટોમોબાઈલ-એન્જિનિયરિંગ અને હીરાનો વેપાર શ્રીલંકા સાથે થાય છે. અંદાજિત 20 દિવસથી શ્રીલંકા સાથેનો સૌરાષ્ટ્રનો સીધો વેપાર અટકી ગયો છે. હાલમાં અંદાજિત રૂ.200 કરોડના નાણાં ફસાયા હોવાનું નિકાસકારો,વેપારીઓ અને ઉદ્યોગપતિઓ જણાવી રહ્યા છે.

ઓટોમોબાઈલ- એન્જિનિયરિંગ
રાજકોટમાં બનતા ઓટોમોબાઈલ અને એન્જિનિયરિંગના સાધનો જે બને છે તે શ્રીલંકા જાય છે. નાણાકીય વ્યવહારો અટકી ગયા છે. માલ મોકલી શકાતો નથી. વેપાર રાબેતા મુજબ થવાનું કોઇ અનુમાન અત્યારે લગાવી ન શકાય. પરિસ્થિતિ કાબૂમાં આવે કે થાળે પડે પછી આગળનો નિર્ણય લઈ શકાશે તેમ રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના સભ્યો જણાવે છે.

હાર્ડવેર ઈન્ડસ્ટ્રીઝ
રાજકોટમાં હાર્ડવેર ઈન્ડસ્ટ્રીઝના 2 હજારથી વધુ કારખાના છે. ફર્નિચર ફિટિંગ્સને લગતી પ્રોડક્ટ ત્યાં એક્સપોર્ટ થાય છે. એક અનુમાન મુજબ રૂ.100 કરોડના નાણાં ફસાઈ ગયા છે. તેમ હાર્ડવેર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પૂર્વ પ્રમુખ જયેશભાઈ ભંડેરી જણાવે છે.

ફૂડ ઈન્ડસ્ટ્રીઝ
​​​​​​​ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં સૌરાષ્ટ્રનો હિસ્સો સામાન્ય છે. સૌથી વધુ વેપાર સાઉથમાં જોવા મળે છે. ફૂડ ઈન્ડસ્ટ્રીઝમાં સૌથી વધુ અસર તેલના ભાવવધારાની છે. તેલના ભાવવધારાથી અસર વેચાણ- ખરીદી પર જોવા મળી રહી છે. તેમ ઉદ્યોગપતિ બિપીનભાઈ હદવાણી જણાવે છે.

શ્રીલંકા સાથે વાર્ષિક રૂ.500 કરોડનો વેપાર
શ્રીલંકા સાથે સૌરાષ્ટ્રનો સરેરાશ વાર્ષિક વેપાર રૂ.500 કરોડ ગણી શકાય છે. જે શ્રીલંકાના વેપાર સાથે સંકળાયેલા છે એમના જણાવ્યાનુસાર પરિસ્થિતિ થાળે પડ્યા બાદ વેપાર રાબેતા મુજબ થવાની સંભાવના છે.નાના વેપારીઓ પર તેની અસર જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...