સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષા વિભાગમાં વિદ્યાર્થીઓની સુવિધા માટે કોમ્પ્યુટર સિસ્ટમ મુકવામાં આવી છે. આ અંગે યુનિવર્સિટીના કુલપતિ ગીરીશ ભીમાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હર હંમેશ વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને કાર્ય કરી રહી છે. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને પર્યાપ્ત સુવિધાઓ મળે એ માટે સતત પ્રયત્નશીલ છે. આજે વિદ્યાર્થીઓને સમય અને શક્તિનો બચાવ થાય અને સુવિધા પ્રાપ્ત થાય એ માટે ટ્રાન્સ્ક્રીપ્ટ ઓનલાઈન મળે એ માટેની સુવિધા શરૂ કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની વેબસાઈટ પર અરજી કરી શકશે
વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ saurashtrauniversity.co.in પર જઈને ટ્રાન્સ્ક્રીપ્ટ પર ક્લિક કરી પોતાનો એનરોલમેન્ટ નંબર ટાઈપ કરી ઓનલાઈન ફી ભરવાની રહેશે. ઓનલાઈન ફી પેમેન્ટ થયા બાદ વિદ્યાર્થીને પોતાના ઇ-મેઇલ પર ટ્રાન્સ્ક્રીપ્ટ મળી જશે. આ ઉપરાંત પોતાના લોગઈન પરથી પણ વિદ્યાર્થીને જરૂર પડ્યે કોઈપણ સમયે પોતાની ટ્રાન્સ્ક્રીપ્ટ ડાઉનલોડ કરી શકશે. આ માટે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં રૂબરૂ આવવું નહીં પડે.
ટ્રાન્સ્ક્રીપ્ટ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સાબિત થશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે આ ઉપયોગી એવી સુવિધાઓ સુંદર રીતે શરૂ કરવા બદલ કુલપતિ ગીરીશ ભીમાણીએ પરીક્ષા નિયામક નિલેશ સોનીને અભિનંદન પાઠવ્યા હતા. કુલપતિની રૂબરૂ મુલાકાત દરમિયાન સિન્ડિકેટ સભ્ય ડો.ધરમ કાંબલીયા, પરીક્ષા નિયામક નિલેષ સોની, પ્રોફેસર કે.એચ. આટકોટીયા, પ્રોફેસર જે.એમ. ચંદ્રવાડિયા તથા પરીક્ષા વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.