તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવો નિયમ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મેડિકલમાં રિ-એસેસમેન્ટમાં 10 માર્ક વધે તો ફરી પેપર ચેકિંગ કરવું પડશે

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાઇલ તસવીર - Divya Bhaskar
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાઇલ તસવીર
  • હોમિયોપથીમાં આડેધડ માર્ક વધારનાર કૌભાંડીઓ સામે યુનિ.એ તપાસ ન કરી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હોમિયોપથીમાં પાંચ વિદ્યાર્થીના રિ-એસેસમેન્ટમાં 28થી લઈને 32 માર્ક વધારી આપી કૌભાંડ આચાર્યા અંગેનો અહેવાલ ‘દિવ્ય ભાસ્કર’માં પ્રકાશિત થયા બાદ તુરંત જ યુનિવર્સિટી હરકતમાં આવી હતી અને આ તમામ વિદ્યાર્થીઓના પરિણામ અટકાવી દેવાયા હતા, પરંતુ હોમિયોપથીમાં વિદ્યાર્થીઓને આટલા બધા માર્ક વધારી નાપાસમાંથી પાસ કોણે કર્યા? પેપર તપાસનારે કૌભાંડ કર્યું કે યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના કોઈ આ કૌભાંડમાં સંડોવાયેલું છે. આ તમામ બાબતની યુનિવર્સિટીએ કોઈપણ પ્રકારની તપાસ નહીં કરીને માત્ર પાસ થનાર વિદ્યાર્થીઓના પરિણામ અટકાવીને આખું પ્રકરણ સંકેલી લીધું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીજી વખત બહાર આવેલા હોમિયોપથીના કૌભાંડ બાદ યુનિવર્સિટીએ હવે મેડિકલમાં રિ-એસેસમેન્ટમાં 10 કે તેથી વધુ માર્ક વધે તો બીજી વખત પેપર ચેક કરવાનો નિયમ ફરજિયાત કર્યો છે. રિ-એસેસમેન્ટમાં આટલા બધા માર્ક વધારી આપવાની સત્તા કોણે આપી, નિયમ વિરુદ્ધ કોણે માર્ક વધારી દીધા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં રિ-એસેસમેન્ટ દરમિયાન કોણે સેટિંગ કર્યું આ સમગ્ર મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ- ઉપકુલપતિ તટસ્થ તપાસ કરાવે તો આ કૌભાંડમાં હજુ ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવે તેમ છે.

મેડિકલ ફેકલ્ટીમાં રિ-એસેસમેન્ટની સિસ્ટમ જ રદ કરીશું
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ હોમિયોપથીમાં કેટલાક વિદ્યાર્થીઓને રિ-એસેસમેન્ટમાં વધુ માર્ક અપાયાનું ધ્યાનમાં આવતા અમે તે વિદ્યાર્થીઓના પરિણામ અટકાવી, વધારેલા માર્ક પણ સ્થગિત કર્યા છે. 10 માર્કથી વધુ વધે તો બીજી વાર રિ-એસેસમેન્ટ કરવાની પણ સૂચના આપી છે અને હવે આગામી દિવસોમાં મેડિકલ ફેકલ્ટીમાંથી રિ-એસેસમેન્ટ સિસ્ટમ જ રદ કરી દેવા માટે પ્રસ્તાવ મુકીશું. તેના બદલે રિ-એક્ઝામ લેવાશે. - ડૉ. વિજય દેશાણી, ઉપકુલપતિ

અન્ય સમાચારો પણ છે...