આયોજન:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આગામી 5 વર્ષમાં ડેટા સેન્ટર, લેંગ્વેજ લેબ, સ્કિલ ભવન સહિતના પ્રોજેક્ટ શરૂ કરશે

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અંજુ શર્મા સાથેની વીડિયો કોન્ફરન્સ સંદર્ભે સિન્ડિકેટની બેઠકમાં પંચવર્ષીય એક્શન પ્લાન તૈયાર કરાયો

રાજ્યના શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્મા સાથે ગુરુવારે તમામ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની વીડિયો કોન્ફરન્સ યોજાનાર છે જેના અનુસંધાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણીના અધ્યક્ષસ્થાને મંગળવારે પાંચ વર્ષના એક્શન પ્લાનના આયોજન માટે સિન્ડિકેટની બેઠક યોજવામાં આવી હતી જેમાં આગામી પાંચ વર્ષમાં ડેટા સેન્ટર, સ્કિલ ભવન અને લેંગ્વેજ લેબ સહિતના પ્રોજેક્ટ માટેનું આયોજન કરાયું હતું.

કુલપતિ ડો.નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પાંચ વર્ષના એક્શન પ્લાનની તૈયારી 2017-18થી કરી રહી છે અને તેની વિગતો દર વર્ષે લઇ રહી છે. અગ્ર સચિવની વીડિયો કોન્ફરન્સમાં પ્રવેશ પ્રક્રિયા, કોલેજો-ભવનોની પરીક્ષા સહિતની વિગતો રજૂ કરાશે. જ્યારે એક્શન પ્લાન સંદર્ભે સરકાર પોર્ટલ બનાવે છે તેમાં યુનિવર્સિટીએ જે એકેડેમિક રિફોર્મ કર્યું હોય તેના પ્રશ્નો અને માહિતી નાખી દેશે. આ પોર્ટલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 2019-20માં શું કર્યું તેની માહિતી અપાશે. કુલ 22 વિષયના 125 મુદ્દાની માહિતી યુનિવર્સિટીએ પૂરી પાડવાની છે. સિન્ડિકેટની બેઠકમાં આગામી પાંચ વર્ષમાં ક્યા-ક્યા પ્રોજેક્ટ  કરવાના છે તેની વિગતો એટલે કે ડેટા સેન્ટર, સ્કિલ ભવન અને લેંગ્વેજ લેબના પ્રોજેક્ટની માહિતી અપાશે.

અન્ય સમાચારો પણ છે...