તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિસર્ચ ફોર રિસર્જન:રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રિસર્ચ ફોર રિસર્જન ફાઉન્ડેશન સાથે MOU કરશે, રાષ્ટ્રીય સેમિનારનું પણ આયોજન

રાજકોટ6 મહિનો પહેલા
  • રાષ્ટ્રીય મહામંત્રી ડો. ઉમાશંકર પચૌરી મુખ્ય વક્તા તરીકે માર્ગદર્શન આપશે

રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સંશોધનને વેગ આપવા માટે રિસર્ચ ફોર રિસર્જન ફાઉન્ડેશન સાથે તા.12માર્ચના રોજ સવારે 11 કલાકે MOU કરવામાં આવશે. આ ઉપરાંત નીતિ આયોગના સહયોગથી ભારતીય શિક્ષણ મંડળ દ્વારા રોલ ઓફ ટીચર્સ ઇન એન.ઇ.પી.ઇમ્પલીમેન્ટેશન વિષય પરના રાષ્ટ્રીય સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભારતીય શિક્ષણ મંડળ દ્વારા દેશની 112થી વધુ યુનિવર્સિટી સાથે જોડાઇ છે.

રાષ્ટ્રીય મહામંત્રી ડો. ઉમાશંકર પચૌરી મુખ્ય વક્તા તરીકે માર્ગદર્શન આપશે
ભારતીય શિક્ષણ મંડલ (સૌરાષ્ટ્ર પ્રાંત) દ્વારા આયોજીત રિસર્ચ ફોર રિસર્જન ફાઉન્ડેશન અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે કુલપતિ ડો. નીતિનભાઇ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેસાણીના માર્ગદર્શન હેઠળ આ MOU કરવામાં આવશે. આવતીકાલે યોજાનાર રાષ્ટ્રીય સેમિનારમાં ભારતીય શિક્ષણ મંડલના રાષ્ટ્રીય મહામંત્રી ડો. ઉમાશંકર પચૌરી મુખ્ય વક્તા તરીકે માર્ગદર્શન આપશે.

ભારતીય શિક્ષણ મંડળના કાર્યક્રમો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
આ કાર્યક્રમમાં ભારતીય શિક્ષણ મંડળના રાષ્ટ્રીય મહામંત્રી અને શિક્ષણવિદ ડો. ઉમાશંકર પચૌરીજી, ભારતીય શિક્ષણ મંડળના ગુરૂકુળ પ્રકલ્પના રાષ્ટ્રીય સંયોજક અને પશુપતીનાથ મંદિર - નેપાળના ટ્રસ્ટી આચાર્ય ડો. દીપજી કોઇરાલા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના સહ વ્યવસ્થા પ્રમુખ અને ભારતીય શિક્ષણ મંડળના વાલી નરેન્દ્રભાઇ દવે, ભારતીય શિક્ષણ મંડળના સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ સુરેશજી નહાટા ઉપસ્થિત રહેશે

અન્ય સમાચારો પણ છે...