સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં યુવક મહોત્સવ અને પદવીદાન સમારોહ માટે સમય નક્કી કરવામાં આવ્યો છે. આગામી વર્ષ 2022માં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં પદવીદાન સમારોહ અને યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 1 ફેબ્રુઆરી 2022ના રોજ પદવીદાન સમારોહ અને તે પહેલા જાન્યુઆરી 2022માં યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવશે. પદવીદાન સમારોહ માટે દોઢ કરોડના ખર્ચે ગોલ્ડ મેડલો તૈયાર કરવામાં આવ્યા છે.
ફેકલ્ટીવાઈઝ પ્રથમ નંબરે આવેલાને ગોલ્ડ મેડલ અપાશે
રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ આપેલી તારીખ મુજબ કોન્વોકેશન યોજવાની તૈયારી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ફેકલ્ટી અને વિષય વાઈઝ પ્રથમ આવેલા તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડની કેપેસિટીવાળા દોઢ કરોડના ખર્ચે તૈયાર મેડલ સાથે પદવી એનાયત કરાશે.
પદવીદાન સમારોહમાં રાજ્યાપાલ અને શિક્ષણમંત્રી હાજર રહેશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ જણાવ્યું હતું કે, પદવીદાન સમારોહમાં કુલપતિ, રાજ્યપાલ અને શિક્ષણમંત્રીની સાથે અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. સાથે જ જાન્યુઆરી માસમાં યુવક મહોત્સવના આયોજનની વિચારણા ચાલી રહી છે. જોકે તે માટે હજુ તારીખ નક્કી કરવામાં આવી નથી.
ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો યોજાશે
યુવક મહોત્સવની સાથે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો પણ કરવામાં આવશે. જેમાં રૂ.10 કરોડના ખર્ચે તૈયાર 900 લોકોની કેપેસિટીવાળો ઓડીટોરીયમ, રૂ.6 કરોડના ખર્ચે નેનોસાયન્સ ભવન, મુખ્ય રંગમંચ તથા રૂ.3 કરોડના ખર્ચે નિર્મિત ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ થશે. જ્યારે રૂ.4 કરોડના ખર્ચે IQ એ.સી., રૂ.5 કરોડના ખર્ચે ડેટા સેન્ટર તથા રૂ.2 કરોડના ખર્ચે કોમ્પ્યુટર સેન્ટરના એક્સટેન્શનનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.