તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્વે:90% સ્ત્રીઓએ વજન ઘટાડવા ખોટી ઊલટીઓ કરી ભોજન બહાર કાઢ્યું, 81.8% સ્ત્રીઓએ વજન વધી જવાના ભયથી ગમતું ભોજન છોડી દીધું

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • 321 સ્ત્રી પર ગૂગલફોર્મના માધ્યમથી સર્વે કરાયો

ભોજન અરુચિ એક એવો મનોદૈહિક રોગ છે, જેમાં રોગીને ભૂખ લાગતી નથી. આ વિકૃતિમાં રોગીના શરીરનું વજન ધીરે ધીરે ઓછું થવા લાગે છે અને અન્ય કોઈ શારીરિક રોગ વિના જ રોગીમાં ભૂખની ખામી જોવા મળે છે. આ રોગ સ્ત્રી કે પુરુષોમાં કોનામાં વધુ જોવા મળે છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થિની વરુ જિજ્ઞાએ ડો.ધારા આર.દોશીના માર્ગદર્શન હેઠળ ગૂગલફોર્મના માધ્યમ 621 લોકોનો, જેમાં 321 સ્ત્રી અને 300 પુરુષો હતાં, જેનો સર્વે કર્યો હતો. એમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ સર્વેમાં જોવા મળ્યું કે ભોજન અરુચિનીનો રોગ નાની ઉંમરની સ્ત્રીઓમાં, ખાસ કરીને 15થી 32 વર્ષની સ્ત્રીઓમાં વધારે થતો જોવા મળે છે અને એનાં કેટલાંક લક્ષણો, જેમ કે માસિક ધર્મનું અનિયમિત થવું, એમાં ગડબડ થવી, હૃદયની ધીમી ગતિ તથા અન્ય ચયાપચયની ગડબડ મુખ્ય હોય છે.

મનોવિજ્ઞાન ભવનનો સર્વે
પ્રશ્ન: શું તમને વારંવાર કશું ખાવાનું મન થયા કરે છે?
જવાબ: 69.1% પુરુષો અને 30.9% સ્ત્રીઓના મતે 'હા.'

પ્રશ્ન: શું તમને ભૂખ ન લાગતી હોય એવું અનુભવાય છે?
જવાબ: 32.7% પુરુષો અને 67% સ્ત્રીઓના મતે 'હા.'

પ્રશ્ન: જ્યારે તમે વધુપડતું ભોજન લો છો ત્યારે શું તમને શરીર વધી જવાનો ભય અને પસ્તાવો થાય છે?
જવાબ: 40% પુરુષો અને 60% સ્ત્રીઓના મતે 'હા.'

પ્રશ્ન: શું તમે વધુ વજનથી ગભરાઈ ગયા છો?
જવાબ: 36.4% પુરુષો અને 63.6% સ્ત્રીઓના મતે 'હા.'

પ્રતીકાત્મક તસવીર.
પ્રતીકાત્મક તસવીર.

પ્રશ્ન: તમારું વજન વધી જશે એ બીકથી તમે ઘણો ખોરાક લેવાનું પસંદ કરતા નથી?
જવાબ: 25.5% પુરુષો અને 74.5% સ્ત્રીઓના મતે 'હા.'

પ્રશ્ન: જ્યારે તમે ભૂખ્યા હો ત્યારે પણ વજન વધી જશે એ ભયથી શું તમે ખાવાનું ટાળો છો?
જવાબ: 20% પુરુષો અને 80% સ્ત્રીઓના મતે 'હા.'

પ્રશ્ન: શું વજન વધારવાનું ટાળવા તમે ક્યારેય ખોટી ઊલટીઓ કરી ભોજન બહાર કાઢ્યું છે?
જવાબ: 10% પુરુષો અને 90% સ્ત્રીઓના મતે 'હા.'

પ્રશ્ન: શું તમારી લાગણીઓ તમારી ખાવાની ટેવને અસર કરે છે?
જવાબ: 41.8% પુરુષો અને 58.2% સ્ત્રીઓના મતે 'હા.'

પ્રશ્ન: સ્ત્રીઓ પોતાના દેખાવ અને સુંદરતા માટે ભોજનનું પ્રમાણ ઓછું કરે છે?
જવાબ: 16.4% પુરુષો અને 83.6% સ્ત્રીઓના મતે 'હા.'

પ્રશ્ન: નક્કી કરેલી વસ્તુઓ જ તમારા ભોજનમાં લો છો?
જવાબ: 25.5% પુરુષો અને 74.5% સ્ત્રીઓના મતે 'હા.'

પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

પ્રશ્ન: વજન વધી જવાના ભયથી ગમતું ભોજન પણ ક્યારેય છોડી દીધું છે?
જવાબ: 18.2% પુરુષો અને 81.8% સ્ત્રીઓના મતે 'હા.'

પ્રશ્ન: તમારા આવેગોની અસર તમારા ભોજન પર થાય છે?
જવાબ: 28.3% પુરુષો અને 72.7% સ્ત્રીઓના મતે 'હા.'

તમે શું અનુભવો છો?
63.6% સ્ત્રીઓએ કહ્યું, વધુ વજન વધુ જશે એ ભયથી ખાવાનું ટાળવું.
21.8% સ્ત્રીઓએ કહ્યું, બહુ દૂબળા છીએ એવું લાગવું.
14.5% સ્ત્રીઓએ કહ્યું, ગમતું ભોજન લઈ લેવું.

કારણો
ભોજન અરુચિની શરૂઆત તે બાળકો કે વ્યક્તિઓમાં વધારે વિકસિત થાય છે જેમને માતા દ્વારા વધુ સુરક્ષા મળી હોય છે. ભોજન અરુચિમાં કેટલાક એવા કેસ મળ્યા છે, જેમાં જોવા મળ્યું છે કે રોગીના ઘરમાં અમુક વિશેષ અયોગ્ય તત્ત્વો, જેમ કે દીકરા તથા દીકરી વચ્ચે દ્વેષભાવ વગેરે જોવા મળે છે. જાતીય સમાયોજનમાં ખામી તથા કુંઠિત સ્વભાવને લીધે પણ ભોજન અરુચિની વિકૃતિ ઉત્પન્ન થાય છે. ખાસ કરીને સ્ત્રીઓ વધુ વજન વધી જશે તો કોઈ પસંદ નહિ કરે એ ભયથી દૂબળા રહેવા આ વિકૃતિ વિકસિત કરી લે છે. ટીવી અને સિરિયલના લોકોને પોતાના રોલ મોડલ માની એ પ્રમાણેનું ફિગર રાખવામાં ઓવર ડાયટિંગ કરી આ વિકૃતિ વિકસિત કરી લે છે. જ્યારે સ્ત્રીઓ તણાવનું વ્યવસ્થાપન ન કરી શકે, આવેગશીલ બને ત્યારે પણ ભોજન અરુચિ ઉતપન્ન થઈ શકે. અનિયમિત વિચારો, અયોગ્ય નિર્ણય, અણગમતી પરિસ્થિતિમાં સમાયોજન ન થઈ શકે ત્યારે ભોજન અરુચિ થઈ શકે.

અન્ય સમાચારો પણ છે...