તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદ્યાર્થી પર આર્થિક બોજ:કોલેજોમાં ફી ઘટાડો સૂચવનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પીજીની ફી 10% વધારી!

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોરોના મહામારીમાં પીજી ભવનો-કેન્દ્રોના 3500થી વધુ વિદ્યાર્થી પર આર્થિક બોજ પડશે

કોરોના મહામારીમાં શાળાઓએ 25 ટકા ફી માફી આપ્યા બાદ કોલેજોમાં પણ વિદ્યાર્થીઓને રાહત આપવા માટે ફી ઘટાડો કરવા માટે રાજ્યની દરેક યુનિવર્સિટીના કુલપતિ સહિતના નિષ્ણાતો પાસેથી સૂચન મગાવ્યા હતા જેમાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વતી કુલપતિએ કોલેજોએ 10 ટકા ફી ઘટાડો કરવો જોઈએ તેવું સૂચન કર્યું હતું પરંતુ તાજેતરમા કોલેજોને ફી ઘટાડવાનું સૂચન કરનાર ખુદ યુનિવર્સિટીએ જ પીજીની જુદી જુદી 20થી વધુ પ્રકારની ફીમાં 10 ટકાનો વધારો કરી દીધો છે.

કોરોના મહામારીમાં એકબાજુ વિદ્યાર્થીઓ અને વાલીઓ ફી ઘટાડો કરવાની માગણી કરી રહ્યા છે એવી સ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 10 ટકાનો ફી વધારો કરી દેતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ ફેલાયો છે. યુનિવર્સિટી કેમ્પસમાં અભ્યાસ કરતા જુદા જુદા ભવનો અને સૌરાષ્ટ્રના અમરેલી, ગોંડલ, ઉપલેટા અને રાજકોટના પીજી કેન્દ્રોના અંદાજિત 3500થી વધુ વિદ્યાર્થીઓ ઉપર આર્થિક બોજ પડશે.

આ રીતે સમજો, ભવનના વિદ્યાર્થીએ ક્યાં કેટલી વધારે ફી ચૂકવવી પડશે

ફીની વિગતજૂની ફીનવી ફી
એડમિશન ફી160176
શિક્ષણ ફી600660
ગ્રંથાલય ફી125137
કોશનમની100110
લેબોરેટરી ફી250275

અનુસ્નાતક નોંધણી ફી

150165
વિદ્યા વિકાસ ફંડ ફી100110

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ફી

1011

ગ્રંથાલય ડિપોઝિટ ફી

150165

યુનિવર્સિટીએ પીજીના આટલા પ્રકારની ફી 10 ટકા વધારી દીધી
બોયઝ હોસ્ટેલ ફી, સરસ્વતી વુમન હોસ્ટેલ, વુમન હોસ્ટેલ ફી, ફાઈન (લેટ ફી-પેનલ્ટી), લાઇબ્રેરી ફી પીજી ડિપાર્ટમેન્ટ, પીએચડી કોર્સ વર્ક ફી, પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટ ફી, પીએચડી અન્ય ફી, પીએચડી રજિસ્ટ્રેશન ફી, રજિસ્ટ્રેશન ફી પીજી (SF/GIA), ટ્યૂશન ફી (SF/GIA),લેબોરેટરી ફી (SF/GIA), મટિરિયલ ફી (SF/GIA), અન્ય ફી પીજી ડિપાર્ટમેન્ટ (SF/GIA), સ્ટુડન્ટ ડેવલપમેન્ટ ફી (SF/GIA), સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ફી (SF/GIA), પીએચડી રિન્યૂઅલ ફી, પીએચડી ટ્યૂશન ફી, એડમિશન ફોર્મ ફી, ટ્રાન્સક્રિપ્ટ અને અન્ય સર્ટિફિકેટ ફી

અગાઉ ડિગ્રી, માર્કશીટ સહિતના સર્ટિફિકેટ ફીમાં 10% વધારો સૂચવાયો હતો
યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા અગાઉ પણ ટ્રાન્સક્રિપ્ટ, ડુપ્લિકેટ માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, ડિગ્રી સર્ટિફિકેટ વેરિફિકેશન ફી, ડુપ્લિકેટ ડિગ્રીસર્ટિફિકેટ, એટેમ્પ્ટ સર્ટિફિકેટ, બોનાફાઈડ સર્ટિફિકેટ, પ્રોવિઝનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ, માઈગ્રેશન સર્ટિફિકેટ, સહિતના સર્ટિફિકેટ ફીમાં 10 ટકાનો ફી વધારો સૂચવાયો હતો જોકે તે વધારો હજુ કરાયો નથી.

અન્ય સમાચારો પણ છે...