તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રાજકોટ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓના હિતમાં હેલ્થ ઈન્સ્યોરન્સ લેવાની વિચારણા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ વિદ્યાશાખાની 27 પરીક્ષામાં 12 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

આગામી 4 ઓગસ્ટથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિવિધ શાખાની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે પરીક્ષા પહેલા વિદ્યાર્થીના હિતમાં હેલ્થ ઈન્સ્યોરન્સ લેવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિચારણા કરી રહી છે. આગામી સિન્ડીકેટની બેઠકમાં આ મુદ્દે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. મહત્વનું છે કે પ્રથમવાર રાજ્યમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિદ્યાર્થીઓના હિતને લઈને હેલ્થ ઈન્સ્યોરન્સ લેવા માટે વિચારણા કરી રહી છે.

હેલ્થ ઈન્સ્યોરન્સ લેવા માટે વિચારણા કરી રહ્યાં છીએ: કુલપતિ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિન પેથાણીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ બાબતે NSUIએ રજૂઆત કરી છે. જેથી અમે વિદ્યાર્થીઓના હેલ્થ ઇન્યોરન્સ લેવા માટે વિચારણા કરી રહ્યાં છીએ. હજુ પરીક્ષાના 10 દિવસ બાકી છે. બેઠકમાં નિર્ણય લેવામાં આવશે એ પ્રમાણે આગળ વધીશું.

12 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં જણાવાયું છે કે આગામી 4 ઓગસ્ટથી અલગ અલગ વિદ્યાશાખાની પરીક્ષાઓ શરૂ થશે. વિવિધ વિદ્યાશાખાની 27 પરીક્ષામાં  12 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

એડમિશન ફી ઓનલાઈન ભરવાની રહેશે
4 ઓગસ્ટથી શરૂ થનારી પરીક્ષાઓમાં MJMC સેમેસ્ટર-2, PGDMC સેમેસ્ટર-2, MBA બેન્કિંગ સેમેસ્ટર-4, MBA સેમેસ્ટર-4, MA તમામ સેમેસ્ટર, રેગ્યુલર અને એક્સટર્નલ M.COM સેમેસ્ટર-4, રેગ્યુલ અને એક્સટર્નલ સહિત 27 પરીક્ષાઓ લેવામાં આવશે. સૌથી વધુ વિદ્યાર્થીઓ M.COMની પરીક્ષામાં નોંધાયા છે. કોરોનાની મહામારીના કારણે એડમિશનની પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવશે. આ સાથે જ ફી પણ ઓનલાઈન ભરવાની રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો