તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરાહનીય:સૌ.યુનિ.નો કોરોનાની બીજી લહેરમાં 3600થી વધુને માનસિક સધિયારો, સૌથી વધુ 17.7% ડિપ્રેશન અને સૌથી ઓછા 2.08% લોકો ડોમેસ્ટિક વાયોલેન્સના ભોગ

રાજકોટ3 મહિનો પહેલા
 • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ માનસિક બીમારીના લક્ષણો અને તેના ઉપાયો જણાવ્યા

કોરોનાની બીજી લહેરમાં લોકો આર્થિક, માનસિક, સામાજિક દરેક સમસ્યાનો મુકાબલો કરી રહ્યાં છે. બાકી બધું ભરપાય થઈ જશે પણ જે માનસિક રોગ છે તેનાથી બચવા વ્યક્તિએ પોતે જ બદલવું પડશે. એક એવો સમય આવ્યો જેની કલ્પના પણ કોઈએ નહિ કરી હોય અને તેની સામે બધી જ રીતે લડવું પડ્યું. કોરોનાની બીમારી જેટલી શારીરિક ઘાતક છે એટલી કદાચ એથી પણ વધુ માનસિક રીતે વધુ ગંભીર છે. અને લોકોને માનસિક સધિયારો આપવા માટે જ મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આશરે 3600થી પણ વધુ લોકોને માનસિક સધિયારો આપવાનો પ્રયત્ન બીજી લહેરમાં કર્યો છે.

માનસિક સમસ્યા ટકાવારી પ્રમાણે
મનોવિજ્ઞાન ભવન દ્વારા જે કાઉન્સેલિંગ થયું તેનું વિશ્લેષણ ડો.ધારા દોશી અને વિદ્યાર્થિની હિરપરા બંસી દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં લોકોએ વિવિધ પ્રકારની માનસિક બીમારીઓ અનુભવી છે. જેની ટકાવારી જોઈએ તો ચિંતા 14.81% લોકોને, મેજર ચિંતા 4.41% લોકોને, ડિપ્રેશન 17.07% લોકોને, પેનિક એટેક 4.29% લોકોને, ડોમેસ્ટિક વાયોલેન્સ 2.08% લોકોને, એકલાપણું 5.50% લોકોને, આક્રમકતા અને માયૂસી 12.52% લોકોને, આત્મહત્યા વૃત્તિ 3.70% લોકોને, અનિવાર્ય ક્રિયા દબાણ વિચાર દબાણ 9.52% લોકોને, કુટુંબીજનોની ચિંતાની સમસ્યાઓ 10.70% અને અન્ય મનોવૈજ્ઞાનિક બીમારીઓ 15.4% લોકોને જોવા મળી

માનસિક બીમારીના લક્ષણો

 • વ્યક્તિને વાસ્તવિકતાનો સ્વીકાર કરવામાં તકલીફ પડે છે
 • વિચારોમાં ખલેલ
 • ખોટા વહેમ
 • કલ્પના સાથેના વિચારો
 • અતિશય વિચાર
 • દ્રષ્ટિકોણમાં પરિવર્તન
 • લાગણીઓ અને આવેગ માં પરિવર્તન
 • સામાજિક સમસ્યાઓ
 • વારંવાર વિચારો માં પરિવર્તન
 • ભોજનમાં પરિવર્તન
 • ઊંઘમાં પરિવર્તન

માનસિક બીમારીથી બચવા શું કરવું

 • પહેલા મન ઉપર કાબૂ રાખવો જરૂરી છે
 • વિધાયક દ્રષ્ટિકોણ વિકસાવવો જોઈએ
 • ખૂબ હસો અને હસાવો
 • સંગીત સાંભળો
 • એવા મિત્રો બનાવો જે સાથ સહકાર આપી નબળા સમયે પણ તમને ટેકો આપે
 • યોગ પ્રાણાયામ કરો
 • વાસ્તવિકતાનો સ્વીકાર કરો
 • નિષેધક વિચારો ટાળો
 • મોબાઈલમાં નિષેધક બાબતો જોવાનું ટાળો
 • ​​​​​​​રમતો રમો
 • ક્યારેક બાળક બની જાઓ
અન્ય સમાચારો પણ છે...