નિર્ણય:રાજકોટમાં ABVP અને NSUIના વિરોધને પગલે 18થી 26 ઓક્ટોબર સુધી યોજાનારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ

રાજકોટ19 દિવસ પહેલા
ABVP અને NSUI દ્વારા કુલપતિ સમક્ષ ઉગ્ર રજુઆત કરવામાં આવી
  • પરીક્ષાઓની નવી તારીખો જાહેર કરવામાં આવશે : કુલપતિ
  • અભ્યાસક્રમ અધૂરો હોવા છતાં પરીક્ષા યોજાઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતો

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી કેમ્પસ ખાતે ગઈકાલે ABVP બાદ આજે NSUI દ્વારા આગામી 18 થી 26 ઓક્ટોબર સુધી લેવાનાર પરીક્ષા મોકૂફ રાખવા ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. જેને ધ્યનમાં રાખી યુનિવર્સીટી દ્વારા પરીક્ષા મોકૂફ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે.

ફાઈલ તસ્વીર
ફાઈલ તસ્વીર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણી

ABVP અને NSUI દ્વારા કુલપતિ સમક્ષ ઉગ્ર રજુઆત કરવામાં આવી
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા આગામી તારીખ 18 થી 26 ઓક્ટોબર સુધી બીએ, બીસીએ, બીકોમ, એમકોમ, એમએસસી, એમએસડબ્લ્યુ સહીત અલગ અલગ 35 પરીક્ષા લેવા માટે જાહેરાત કરવામાં આવી હતી. જો કે આ દરમિયાન પરીક્ષા પૂર્વે અભ્યાસક્રમ પૂર્ણ ન થયો હોવાનું કહી વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા દિવાળી બાદના સમયમાં લેવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી જે માટે વિદ્યાર્થી સંગઠન ABVP અને NSUI દ્વારા કુલપતિ સમક્ષ ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. આ રજુઆતને ધ્યાનમાં રાખી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા પરીક્ષા મોકૂફ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે.

ABVP અને NSUI દ્વારા કુલપતિ સમક્ષ ઉગ્ર રજુઆત કરવામાં આવી
ABVP અને NSUI દ્વારા કુલપતિ સમક્ષ ઉગ્ર રજુઆત કરવામાં આવી

પરીક્ષાઓની નવી તારીખો જાહેર કરવામાં આવશે : કુલપતિ
આ મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ ડો.નીતિન પેથાણી એ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં આવેલા તાઉ-તે વાવાઝોડા અને ભારે વરસાદના પગલે વિદ્યાર્થીઓના ઓનલાઇન અભ્યાસ પર ક્યાંક અસર પહોંચી હતી. આ બાદ વિદ્યાર્થીઓની રજુઆત ધ્યાનમાં રાખી પરીક્ષા મોકૂફ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે અને આગળ પરીક્ષાની અન્ય તારીખ નક્કી કર્યા બાદ જાહેર કરવામાં આવશે.