તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:યુનિવર્સિટીના 8 બોર્ડના ચેરમેન-અધરધેન ચેરમેન બિનહરીફ થશે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બોર્ડના સભ્યો વાદ-વિવાદ કે ચૂંટણી વિના સર્વાનુમતે ચૂંટાવા લાગ્યા

રાજકોટ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર. - Divya Bhaskar
ફાઈલ તસવીર.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જુદી જુદી વિદ્યાશાખાઓના બોર્ડના ચેરમેન અને અધરધેન ચેરમેન તરીકે હાલ ફોર્મ ભરવામાં આવી રહ્યા છે, પરંતુ દર વર્ષની જેમ આ વખતે પણ યુનિવર્સિટીના રાજકારણમાં રાજકીય એકતા દાખવી સર્વાનુમતે જુદા જુદા બોર્ડના ચેરમેન અને અધરધેન ચેરમેન ફાઈનલ થઇ ગયા છે. યુનિ.ના 8 જેટલા બોર્ડના ચેરમેન અને અધરધેન ચેરમેન ચૂંટણી વિના જ કોઈપણ પ્રકારના વાદ-વિવાદ વિના નક્કી થઇ ગયા છે. આ ત્રણેય વિદ્યાશાખામાં ગુરુવારે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે, પરંતુ બુધવારે જ ત્રણેય વિદ્યાશાખાના હોદ્દેદારો સર્વાનુમતે નિયુક્તકરાયા હતા.

બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખામાં ફાઇનાન્સ મેનેજમેન્ટ બોર્ડના ચેરમેન તરીકે પંકજ ત્રિવેદી અને અધરધેન ચેરમેન તરીકે મયૂર પરમાર ફાઈનલ થયા છે, માર્કેટિંગ મેનેજમેન્ટ બોર્ડમાં ચેરમેન તરીકે જે. એન. તળાવિયા અને અધરધેન ચેરમેન તરીકે તેજસ હાથીની નિયુક્તિ થઇ છે. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ બોર્ડના ચેરમેન તરીકે સ્વાતિબેન દોશી અને અધરધેન ચેરમેન તરીકે હિતેશ શુક્લની વરણી થઇ છે. જ્યારે આર્કિટેક્ચરમાં હ્યુમનિટીઝ આર્ટસ ડિઝાઈન એન્ડ રિ-પ્રેઝન્ટેશન બોર્ડના ચેરમેન તરીકે હિતેશ ચાંગેલા અને અધરધેન ચેરમેન તરીકે બ્રિંદાબેન શાહની નિમણૂક કરાઈ છે,

જ્યારે બિલ્ડિંગ સાયન્સ એન્ડ સોશિયલ ઓબ્લિગેશન બોર્ડના ચેરમેન તરીકે દેવાંગ પારેખ અને અધરધેન ચેરમેન તરીકે હકિમુદ્દીન ભારમલની નિયુક્તિ કરાઈ છે. જ્યારે પર્ફોર્મિંગ આર્ટસ વિદ્યાશાખાના ગાયન (વોકલ) બોર્ડના ચેરમેન તરીકે જય સેવક અને અધરધેન ચેરમેન તરીકે સર્જની હિરાણીની પસંદગી કરી છે, તબલા બોર્ડમાં ચેરમેન તરીકે કુમાર પંડ્યા અને અધરધેન ચેરમેન તરીકે કલાધર આર્યની વરણી થઇ છે. નૃત્ય બોર્ડમાં ચેરમેન તરીકે ભારતીબેન રાઠોડ અને અધરધેન ચેરમેન તરીકે પૂર્વીબેન શેઠની બિનહરીફ વરણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો