મંજૂરી:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત 52 કરારી પ્રોફેસર, 54 બિનશૈક્ષણિક સ્ટાફની ભરતી કરવા મંજૂરી અપાઇ

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાલુ માસના અંત સુધીમાં યુનિવર્સિટી જાહેરાત પ્રસિદ્ધ કરી દેશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત 52થી વધુ પ્રોફેસરોની અને 54 બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી કરવા માટે મંજૂરી આપી દીધી છે. કરાર આધારિત ભરતી પ્રક્રિયાને લઈને યુનિવર્સિટીના કુલપતિ અને રજિસ્ટ્રાર અનેક વખત ગાંધીનગર રૂબરૂ પરામર્શ કરવા જઈ ચૂક્યા છે. આખરે યુનિવર્સિટીમાં ટીચિંગની 52થી વધુ જગ્યા અને નોન ટીચિંગની 54 કાયમી જગ્યા માટે ચાલુમાસના અંત સુધીમાં જ જાહેરાત અપાશે અને પ્રક્રિયા કરાશે.

યુનિવર્સિટીમાં કરાર આધારિત અધ્યાપકો ઉપરાંત કાયમી ભરતી પ્રક્રિયા માટે પણ અગાઉ જે અરજીઓ આવી હતી તેના આધારે કાયમી ભરતી પ્રક્રિયા પણ તેજ કરવામાં આવશે. યુનિવર્સિટીના જુદા-જુદા ભવનોમાં ખાલી પડેલી જગ્યા, નિવૃત્ત થયેલા અધ્યાપકોની ખાલી પડેલી જગ્યા સહિત 52થી વધુ પ્રોફેસરોની ભરતી પ્રક્રિયા કરવામાં આવશે.

આગામી દિવસોમાં ભરતીના સંદર્ભમાં અન્ય યુનિવર્સિટીના ડીનને બોલાવવા અંગે પણ સરકાર અને ડીન સાથે પરામર્શ કરવામાં આવશે. આ વખતે સરકારે યુજીસીના નિયમનું કડક રીતે પાલન થાય તે રીતે ભરતી પ્રક્રિયા કરવાનો આદેશ આપ્યો હોવાથી સ્થાનિક કોઈપણ શિક્ષણવિદ્દ કે સત્તામંડળના સભ્યોને સ્થાન નહીં મળે.

અન્ય સમાચારો પણ છે...