શિક્ષણના ધામમાં ધબધબાટી:સૌરાષ્ટ્ર યુનિ.ની સિન્ડિકેટ બેઠકમાં તડાપીટ બોલી, ભરતીકાંડ મામલે ABVPના ઉગ્ર વિરોધ વચ્ચે કાચ ફૂટ્યા, ટેબલો તૂટ્યા

રાજકોટ3 મહિનો પહેલા
  • ABVPના કાર્યકરોએ સિન્ડિકેટ હોલના દરવાજામાં હાથ પછાડી અંદર જવા બળપૂર્વક પ્રયત્ન કર્યો
  • ભાજપના સિન્ડિકેટ સભ્યો આંતરિક વિવાદ ચરમસીમાએ

વિદ્યાનું ધામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદોના વમળમાં ફસાયું હોય તેમ એક પછી એક વિવાદો સર્જાય રહ્યા છે. આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સર્વોચ્ચ સત્તામંડળના સભ્યો ગણાતા સિન્ડિકેટ સભ્યો જેમણે ખુદે જ ભરતી પ્રક્રિયામાં પોતાના લાગતા વળગતાઓને ગોઠવવા કરેલી ભલામણના સ્ક્રીનશોટ ફરતા થયા હતા એ જ સિન્ડિકેટ સભ્યો આજે પોતે જ નિર્ણય લઈ રહ્યા છે. જેનાથી ભાજપના સિન્ડિકેટ સભ્યો આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. હાલ સિન્ડિકેટની બેઠક ચાલી રહી હતી એ સમયે રાજકોટ ABVP કાર્યકરોએ ભરતીકાંડ મામલે યુનિવર્સિટીમાં ઉગ્ર વિરોધ કર્યો હતો. જ્યાં સિન્ડિકેટ હોલના દરવાજામાં હાથ પછાડી અંદર જવા કાર્યકરો આક્રમક બન્યા હતા. આ ઘર્ષણમાં કાચ ફૂટ્યા હતા અને ટેબલો તૂટ્યા હતા પણ કાર્યકરોનો ઉગ્ર દેખાવો શમ્યો ન હતો.

આ ઘર્ષણમાં કાચ ફૂટ્યા હતા
આ ઘર્ષણમાં કાચ ફૂટ્યા હતા
હાથ પછાડી અંદર જવા કાર્યકરો આક્રમક બન્યા
હાથ પછાડી અંદર જવા કાર્યકરો આક્રમક બન્યા

જુના પ્રોફેસરોને રીન્યુ કરવા માંગ
હાલ ABVPના કાર્યકરો દ્વારા ભરતીકાંડમાં સામેલ સિન્ડિકેટ સભ્યો સામે તાત્કાલિક પગલાં લેવા, નવી ભરતી પ્રક્રિયા ત્વરિત હાથ ધરવી અને જુના પ્રોફેસરોને રીન્યુ કરવા માંગ કરવામાં આવી હતી. કુલપતિ ડૉ. નીતિન પેથાણીની અધ્યક્ષતામાં હાલ સિન્ડિકેટની બેઠક ચાલી રહી છે જેમાં ઘણા મુદ્દાઓ પૈકી મુખ્ય મુદ્દો યુનિવર્સિટીમાં કરાર આધારિત અધ્યાપકોના કોન્ટ્રાક્ટ પૂરા થઇ ગયા બાદ હવે તેમને કેવી રીતે ચાલુ રાખવા તે નિર્ણય કરવાનો છે.

કાર્યકરોનો ઉગ્ર દેખાવો શમ્યો ન હતો
કાર્યકરોનો ઉગ્ર દેખાવો શમ્યો ન હતો
હાથ પછાડી અંદર જવા કાર્યકરો આક્રમક બન્યા
હાથ પછાડી અંદર જવા કાર્યકરો આક્રમક બન્યા

કોન્ટ્રાક્ટ આધારિત અધ્યાપકોની મીટ મંડાઈ
આ મુદ્દે સિન્ડિકેટની બેઠકમાં જ્યાં સુધી નવી ભરતી પ્રક્રિયા ન થાય ત્યાં સુધી જૂના કરારી અધ્યાપકોને જ ચાલુ રાખવા અને એક-કે બે માસ માટે કરાર રિન્યૂ કરવા નિર્ણય લેવાશે જેથી અભ્યાસ ક્રમ ન બગડે અને વિદ્યાર્થીઓનું હિત પણ જળવાય. સિન્ડિકેટ સભ્યોની આજની બેઠક પરથી કરારી પ્રોફેસરોની દિવાળી બગડશે કે સુધરશે તેના પર યુનિવર્સિટી કેમ્પસના સર્વે કોન્ટ્રાક્ટ આધારિત અધ્યાપકોની મીટ મંડાઈ છે.

તમામ કરાર આધારિત પ્રોફેસરો નોકરી વિહોણા
કેટલાક ગોઠવણીવાળા પ્રોફેસરોના લીધે આખી ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવતા તમામ કરાર આધારિત પ્રોફેસરો નોકરી વિહોણા થયા છે અને તેના માટે સૌથી વધુ જે દોષિત અને જવાબદાર છે એ જ સિન્ડિકેટ સભ્યો આજે આ મુદ્દે નિર્ણય લેવાના એ બાબત પણ પ્રોફેસરો અને વિદ્યાર્થીઓમાં ચર્ચાસ્પદ બની છે.

ઓર્ડિનન્સ પ્રમાણે જ ભરતી કરવાની માંગ મુદ્દે ચર્ચા
આ ઉપરાંત નવી ભરતી પ્રક્રિયા કેવી રીતે કરવી, કરાર પૂરો થયા બાદ અધ્યાપકોને દર મહિને કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવા કે વિઝિટિંગ ફેકલ્ટી તરીકે રાખવા તે અંગે પણ આજે નિર્ણય લેવાશે. આ ઉપરાંત જે-તે ભવનમાં કાયમી અધ્યાપકોના 10 ટકા જ અધ્યાપકોની કરાર આધારિત ભરતી કરી શકાય તેવા યુજીસીના 2018ના ઓર્ડિનન્સ પ્રમાણે જ ભરતી કરવાની માંગ મુદ્દે પણ ચર્ચા કરાશે.

અન્ય સમાચારો પણ છે...