કોરોના પછી ચિતભ્રમ વિકૃતિ વધી:સૌરાષ્ટ્ર યુનિ.ના મનોવિજ્ઞાન ભવનનો કોરોના થયેલા 1170 લોકો પર સરવે, 42%ને દુ:સ્વપ્ન આવે છે તો 57%ને યાદશક્તિમાં ઘટાડો થયો

રાજકોટ3 મહિનો પહેલા

કુદરતી આફતનો ડર જ્યારે હાવી થઇ જાય અને વધારે પડતો મગજ પર કે માનસિક પ્રક્રિયા પર થાય ત્યારે માણસ વિકૃતિ તરફ ધકેલાય છે. જે વ્યક્તિને તેની જાણ પણ હોતી નથી. આ લક્ષણો ક્યારેક ચિતભ્રમ વિકૃતિના પણ હોય શકે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણના માર્ગદર્શનમાં ડો.ડિમ્પલ રામાણીએ કોરોના થયેલા 1170 લોકો પર સરવે હાથ ધર્યો છે. જેમાં 42% લોકોને દુઃસ્વપ્ન આવે છે અને 57% લોકોને યાદશક્તિમાં ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે.

સરવેમાં સામે આવેલા તારણો
​​​​
1. 82% લોકો એવું માને છે કે, કોવિડ પછી જીવન-વ્યવહારમાં ગંભીર અસર થઇ હોય તેમ લાગે છે.
2. 68% લોકો બદલાતી માનસિક સ્થિતિમાં બેધ્યાનપણું જોવા મળે છે.
3. 74% લોકો વાતાવરણ સાથે કે પરિસ્થિતિ સાથે સમાયોજન કરી શકતા નથી.
4. 59% લોકો એકાગ્રતા જાળવવામાં મુશ્કેલી અનુભવે છે.
5. 61% લોકો કોઈ એક બાબત પર સતત ધ્યાન આપી શકતા નથી.
6. 44% લોકોને પોતાની સમજણ શક્તિમાં ઘટાડો જોવા મળે છે, ક્યારેક અન્ય બાબતને સમજવી મુશ્કેલ બને છે.
7. 72% લોકોને કાર્યમાં અલ્પ સક્રિયતા જોવા મળે છે.
8. 60% લોકોને પોતાની ઊંઘચક્રમાં ફેરફાર જોવા મળે છે.
9. 42% લોકોને દુ:સ્વપ્ન આવે છે.
10. 57%લોકોને યાદશક્તિમાં ઘટાડો કે વિક્ષેપ જોવા મળે છે.
11. 61% લોકો જટિલ બાબતોની સમસ્યાઓનો ઉકેલ લાવવા અસમર્થ રહે છે.

ચિત્તભ્રમ વિકૃતિ શું છે?
ચિત્તભ્રમ સામાન્ય સ્થિતિમાં જોવા મળતી એક ગંભીર ગુંચવણભરી અને માનસિક વિકૃતિ છે. જેમાં વ્યક્તિ મૂંઝવણ અનુભવે છે અને તેને તેની આસપાસના વાતાવરણની કોઈ સમજ રહેતી નથી. તેની શરૂઆત ઘણીવાર અચાનક થાય છે. તે સામાન્ય રીતે શરૂ થવામાં થોડા કલાકો અથવા દિવસો લે છે. ચિત્તભ્રમ સાથે સંકળાયેલા એક કરતાં વધુ પરિબળો હોય શકે છે. જેમ કે ગંભીર તબીબી સમસ્યા, કોઈ રોગ, દવાઓ, ચેપ, શસ્ત્રક્રિયા, અથવા નશીલા પદાર્થનો ઉપયોગ. ચિતભ્રમ વિકૃતિ મગજ સબંધિત હાજર બીમારી કે નવી ઉભી થઇ રહેલી સમસ્યાના કારણે જોવા મળે છે.

ચિત્તભ્રમ વિકૃતિના લક્ષણો

 • વાતાવરણ પ્રત્યે જાગૃતિનો અભાવ
 • કોઈપણ બાબત પર ધ્યાન આપવાની ક્ષમતાનો અભાવ
 • એકાગ્રતાની ખોટ
 • પ્રશ્નોના જવાબ આપવામાં અસમર્થતા અને એક જ વિષય પર અટકી જવું
 • બિનજરૂરી વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું
 • આસપાસના વાતાવરણની સમજ ગુમાવવી
 • ​​​​​​​નબળી યાદશક્તિ
 • કોઈ ક્યા છે અને કોણ છે અથવા કેવો સમય થઈ રહ્યો છે તેની સમજનો અભાવ
 • ​​​​​​​જૂના શબ્દો બોલવામાં અને યાદ રાખવામાં મુશ્કેલી
 • ​​​​​​​લખવામાં અને વાંચવામાં મુશ્કેલી
 • ​​​​​​​વર્તનમાં ફેરફાર
 • વસ્તુનો થતો સતત આભાસ
 • બેચેની, ગુસ્સો, ચીડિયાપણું અને ઝઘડાળુ વર્તન
 • ​​​​​​​ઊંઘમાં ખલેલ
 • ભય જેવી આત્યંતિક લાગણીઓ
 • અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ ચિત્તભ્રમનાં લક્ષણોનું કારણ બની શકે છે.
 • ચિત્તભ્રમ થવાના કારણો
 • ચિત્તભ્રમ ત્યારે થાય છે જ્યારે મગજને સંદેશો મોકલવાની અને પ્રાપ્ત કરવાની ક્ષમતા નબળી પડી જાય છે. આ નુકસાન થવા પાછળ ઘણા પરિબળો છે, જેના કારણે આપણા મગજની પ્રવૃત્તિઓમાં અવરોધ આવે છે.
 • ચિત્તભ્રમ ડિહાઇડ્રેશન અને ચેપનું કારણ બને છે. જેમ કે, ન્યુમોનિયા, ત્વચા અને પેટના ચેપ, કેટલીક અન્ય સ્થિતિઓ જે ચિત્તભ્રમનું જોખમ વધારે છે
 • ઉન્માદ
 • તાવ અને નાના ચેપ, મોટેભાગે બાળકોમાં
 • ​​​​​​​સાંભળવામાં કે બોલવામાં તકલીફ
 • ​​​​​​​અસંતુલિત પોષણ અથવા પાણીનો અભાવ
 • ગંભીર, ક્રોનિક અથવા રિકરિંગ બીમારી
 • ​​​​​​​મલ્ટીપલ ડ્રગ સારવાર
 • ​​​​​​​ડ્રગ અથવા આલ્કોહોલનો ઉપયોગ

ચિત્તભ્રમ વિકૃતિની સારવાર

 • ચિતભ્રમ વિકૃતિના લક્ષણો જોતા જ ડોક્ટરની મદદ લેવી.
 • ​​​​​​​વ્યક્તિનું ધ્યાન કેન્દ્રિત રાખવા માટે ઘડિયાળ અને કેલેન્ડરનો ઉપયોગ
 • ​​​​​​​વ્યક્તિની આસપાસ ઘરેલું વાતાવરણ બનાવવું
 • ​​​​​​​વ્યક્તિને જાણ કરવી અને નજીકની પ્રવૃત્તિઓની યાદ અપાવવી
 • કૌટુંબિક પ્રેમ
 • પર્યાવરણને બદલવાનું ટાળો
 • ​​​​​​​વ્યક્તિને સૂતી વખતે ખલેલ પહોંચાડશો નહીં
 • ​​​​​​​દર્દીના અસ્પષ્ટ વર્તનને ઘટાડવા માટે હળવું સંગીત સાંભળો
 • ​​​​​​​ચિત્તભ્રમનાં પરિબળોને પ્રોત્સાહન આપતી દવાઓનો ઉપયોગ ડોક્ટરની સલાહ પર બંધ કરો. કેટલીકવાર દવા વ્યક્તિને શાંત કરી શકે છે પરંતુ તે આભાસ, ગુસ્સો અને મૂંઝવણની લાગણીઓનું કારણ પણ બની શકે છે.​​​​​​​
 • કાઉન્સેલરનો કોન્ટેક્ટ કરો અને કાઉન્સેલિંગની મદદ લઇ યોગ્ય ઉપાય મેળવો.
 • દર્દી સાથે સામાન્ય વાતચીત કરો
 • ​​​​​​​તેમને ચાલવા અને કસરત કરવાનું કહો
અન્ય સમાચારો પણ છે...