ફાયર NOCને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં 2 વર્ષ પહેલા હાઇકોર્ટેમાં થયેલ PILના સંદર્ભે આગામી 14 જૂન સુધીમાં યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોને ફાયર NOCની વિગતો મોકલવા આદેશ કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી કોલેજોએ ફાયર NOCની માહિતી આપવાની રહેશે.
એફિડેવિટ આપવાનું રહેશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નાયબ કુલસચિવ એ.એસ.પારેખ દ્વારા જાહેર કરેલ પરિપત્રમાં જણાવ્યું હતું કે, જે કોલજો પાસે NOC નથી તેવી કોલેજો કેટલા સમયમાં NOC મેળવશે તેનું એફિડેવિટ આપવાનું રહેશે. દરેક કોલેજોએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરીને માહિતી આપવાની રહેશે.
ઓરલ ઓર્ડર લઈને માહિતી માંગવામાં આવી
નોંધનીય છે કે, 4 એપ્રિલ,2020ના રોજ અમિત મણિલાલ પંચાલની પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન પિટિશન નં.118/2020ના અનુસંધાને ગુજરાત હાઇકોટ્રે રાજ્ય સરકારને કોલેજો, શાળાઓમાં ફાયર NOC છે કે નહીં તેની વિગતો રજૂ કરવા આદેશ કર્યો હતો. પિટિશનમાં 14 જૂનની મુદ્દત હોય તાકીદે શિક્ષણ વિભાગને ફાયર NOCની વિગત આપવાની હોય તેથી જોડાણ વિભાગને વિગતો ઇ-મેલથી મોકલવા નાયબ કુલસચિવે તાકીદ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.